(છૂટો નહિ પણ ઘેરાયેલો) હોય ને લાખો–કરોડો જીવો તેને માનનારા હોય,
તોપણ તે શોભતો નથી, પ્રશંસા પામતો નથી; અરે, ધર્મમાં એની શી કિંમત!
‘પવિત્ર જૈનદર્શન સિવાય બીજા કોઈ વિપરીત માર્ગને આટલા બધા જીવો માને છે
માટે તેમાં કાંઈક શોભા હશે! કંઈક સાચું હશે! ’ –તો કહે છે કે ના; એમાં અંશમાત્ર
શોભા નથી, સત્ય નથી. એવા મિથ્યામાર્ગમાં લાખો જીવો હોય તોપણ તેઓ
શોભા પામતા નથી, કેમકે આનંદથી ભરેલા અમૃતમાર્ગની તેઓને ખબર નથી,
તેઓ તો મિથ્યાત્વના ઝેરથી ભરેલા માર્ગમાં જઈ રહ્યા છે. જગતમાં કોઈ કુપંથને
લાખો માણસો માને તેથી ધર્મીને શંકા ન પડે કે તેમાં કાંઈક શોભા હશે! ને
સત્પંથમાં બહુ થોડા જીવો હોય, પોતે એકલો હોય તોપણ ધર્મીને સન્દેહ ન પડે કે
સત્ય માર્ગ આ હશે કે બીજો હશે!–તે તો નિઃશંકપણે પરમ પ્રીતિપૂર્વક સર્વજ્ઞના
કહેલા પવિત્ર માર્ગને સાધે છે. આ રીતે સત્પંથમાં એટલે કે મોક્ષ– માર્ગમાં
સમ્યગ્દ્રષ્ટિ એકલો પણ શોભે છે. જગતની પ્રતિકૂળતાનો ઘેરો એને સમ્યક્ત્વથી
ડગાવી શકતો નથી. મોક્ષમાર્ગને અહીં આનંદથી ભરેલો અમૃતમાર્ગ
જગતમાં તે શોભે છે. માટે આવા સમ્યક્ત્વને નિશ્ચલપણે ધારણ કરવું. મુનિધર્મ હો
કે શ્રાવકધર્મ હો, તેમાં સમ્યગ્દર્શન સૌથી પહેલું છે. સમ્યગ્દર્શન વગર શ્રાવકધર્મ કે
મુનિધર્મ હોય નહિ. માટે હે જીવ! તારે ધર્મ કરવો હોય ને ધર્મી થવું હોય તો પહેલાંં
તું આવા સમ્યગ્દર્શનની આરાધના કર; સમ્યગ્દર્શનથી જ ધર્મીપણું થશે.