બાહર નારકીકૃત દુઃખ ભોગે અંતર સુખરસ ગટાગટી.
ઘણા તિર્યંચો સમ્યગ્દ્રષ્ટિ છે, તે ઉપરાંત અઢીદ્વીપ બહાર તો અસંખ્યાતા તિર્યંચો
આત્માના જ્ઞાનસહિત ચોથે–પાંચમે ગુણસ્થાને બિરાજી રહ્યા છે, સિંહ–વાઘ ને સર્પ
જેવા પ્રાણીઓ પણ સમ્યગ્દર્શન પામે છે, તે જીવો પ્રશંસનીય છે. અંદરથી ચૈતન્યનું
પાતાળ ફોડીને સમ્યગ્દર્શન પ્રગટ્યું છે–એના મહિમાની શી વાત? બહારના
સંયોગથી જુએ એને એ મહિમા ન દેખાય, પણ અંદર આત્માની દશા શું છે તેને
ઓળખે તો તેના મહિમાની ખબર પડે. સમ્યગ્દ્રષ્ટિએ આત્માના આનંદને દેખ્યો છે,
એનો સ્વાદ ચાખ્યો છે, ભેદજ્ઞાન થયું છે, તે ખરેખર આદરણીય છે, પૂજ્ય છે. મોટા
રાજા–મહારાજાને પ્રશંસનીય ન કહ્યા, સ્વર્ગના દેવને પ્રશંસનીય ન કહ્યા, પણ
સમ્યગ્દ્રષ્ટિને પ્રશંસનીય કહ્યા, પછી ભલે તે તિર્યંચ પર્યાયમાં હો, નરકમાં હો,
દેવમાં હો કે મનુષ્યમાં હો, તે સર્વત્ર પ્રશંસનીય છે. જે સમ્યગ્દર્શનધર્મને સાધી રહ્યા
છે તે જ ધર્મમાં અનુમોદનીય છે. સમ્યગ્દર્શન વગર બાહ્ય ત્યાગ–વ્રત કે શાસ્ત્રનું
જાણપણું વગેરે ઘણું હોય તોપણ, આચાર્યદેવ કહે છે કે એ કાંઈ