હિતનું મૂળ કારણ તો સમ્યગ્દર્શન છે. કરોડો–અબજો જીવોમાં એકાદ સમ્યગ્દ્રષ્ટિ
હોય તોપણ તે ઉત્તમ છે–પ્રશંસનીય છે, ને વિપરીત માર્ગમાં ઘણા હોય તોપણ તે
પ્રશંસનીય નથી. આમ સમજીને હે જીવ! તું સમ્યગ્દર્શનની આરાધના કર, એમ
તાત્પર્ય છે.
પોતાના ચિદાનંદ સ્વભાવની અનુભૂતિથી જ છે. હજારો ઘેટાના ટોળા કરતાં વનમાં
એકલો સિંહ પણ શોભે છે, તેમ જગતના લાખો જીવોમાં સમ્યગ્દ્રષ્ટિ એકલો પણ
(ગૃહસ્થપણામાં હોય તોપણ) શોભે છે. સમ્યગ્દર્શન વગરનો મુનિ શોભતો નથી
ને સમ્યગ્દ્રષ્ટિ મુનિપણા વગર પણ શોભે છે, તે મોક્ષનો સાધક છે, તે
જિનેશ્વરદેવનો પુત્ર છે; લાખ પ્રતિકૂળતા વચ્ચે પણ તે જિનશાસનમાં શોભે છે.
સમ્યગ્દર્શન વગરનો જીવ ક્્યાંય શોભતો નથી. મિથ્યાદ્રષ્ટિવંત કરોડો ને
સમ્યગ્દ્રષ્ટિવંત એકાદ, છતાં સમ્યગ્દ્રષ્ટિ જ શોભે છે. કીડીનાં ટોળાં ઝાઝા ભેગા થાય
તેથી કાંઈ તેની કિંમત વધી જાય નહિ, તેમ મિથ્યાદ્રષ્ટિ જીવો ઝાઝા ભેગા થાય તેથી
કાંઈ પ્રશંસા પામે નહિ. સમ્યગ્દર્શન વગર પુણ્યના ઠાઠ ભેગા થાય તોપણ આત્મા
શોભે નહિ; ને નરકમાં જ્યાં હજારો–લાખો કે અસંખ્યાતા વર્ષો સુધી અનાજનો કણ
કે પાણીનું ટીપું મળતું નથી ત્યાં પણ આનંદકંદ આત્માનું ભાન કરીને
સમ્યગ્દર્શનથી આત્મા શોભી ઊઠે છે. પ્રતિકૂળતા તે કાંઈ દોષ નથી ને અનુકૂળતા તે
કાંઈ ગુણ નથી. ગુણ–દોષનો સંબંધ બહારના સંયોગ સાથે નથી; આત્માના
સ્વભાવની ને સર્વજ્ઞદેવની શ્રદ્ધા સાચી છે કે ખોટી તેના ઉપર ગુણ–દોષનો આધાર
છે. ધર્મી જીવ પોતાના સ્વભાવના અનુભવથી–શ્રદ્ધાથી અત્યંત સંતુષ્ટ વર્તે છે,
જગતના કોઈ સંયોગની આકાંક્ષા તેને નથી. સમ્યગ્દર્શન વગરનો કોઈ જીવ હજારો
શિષ્યોથી પૂજાતો હોય–તોપણ તે પ્રશંસનીય નથી, ને કોઈક સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માને
માનનાર કોઈ ન હોય તોપણ તે પ્રશંસનીય છે, કેમકે તે મોક્ષનો પંથી છે. તે
સર્વજ્ઞનો ‘લઘુનન્દન’ છે; મુનિ તે સર્વજ્ઞના મોટા પુત્ર છે ને સમકિતી તે લઘુનન્દન
એટલે નાનો પુત્ર છે. ભલે નાનો, પણ છે તો સર્વજ્ઞનો વારસદાર, તે અલ્પકાળમાં
ત્રણ લોકનો નાથ સર્વજ્ઞ થશે.