Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 37

background image
(૬)
તત્ત્વરસિક જિજ્ઞાસુઓને પ્રિય દશ પ્રશ્ન દશ ઉત્તરનો
આ વિભાગ પૂ. ગુરુદેવ પાસે થયેલ તત્ત્વચર્ચાઓમાંથી
તેમ જ શાસ્ત્રોમાંથી તૈયાર કરવામાં આવે છે. બ્ર. હ. જૈન
(૬૧) પ્રશ્ન –દીપાવલીપર્વ શા માટે ઉજવાય છે?
ઉત્તર: –આસો વદ અમાસની અંધારી રાતે મહાવીર ભગવાન પાવાપુરીથી
જ્યારે મોક્ષ પધાર્યા ત્યારે હજારે દીપકોની હારમાળાના ઝગઝગતા
પ્રકાશમાં દેવ– મનુષ્યોએ જે મોક્ષકલ્યાણક–મહોત્સવ ઊજવ્યો તેના
સ્મરણરૂપે દીપાવલીપર્વ આજે પણ ભારતમાં પ્રસિદ્ધ છે. આ રીતે
દીપાવલીપર્વ એ મહાવીર ભગવાનની મોક્ષદશા સાથે સંબંધ ધરાવે છે,
તેથી તે દિવસે તેનું સ્મરણ કરીને વિશેષ ભાવના ભાવવી જોઈએ. મોક્ષ તે
મહા આનંદરૂપ છે, ને તેનું પર્વ પણ આનંદરૂપ છે.
(૬૨) પ્રશ્ન –કોઈ જીવ સમ્યગ્દર્શન પામ્યો છે તેને ઓળખવાનું ચિહ્ન શું?–કે જેથી
બીજો માણસ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ વચ્ચેનો ફરક સમજી શકે.
ઉત્તર: –એકલા બહારની ક્રિયાના ચિહ્નથી સમ્યગ્દ્રષ્ટિને ઓળખી શકાય
નહીં. જેને પોતાને સમ્યક્ત્વનું સ્વરૂપ લક્ષગત થયું હોય તે જ સમ્યગ્દ્રષ્ટિને
ખરેખર ઓળખી શકે. સમ્યગ્દર્શન પોતે અતીન્દ્રિય વસ્તુ છે, એકલા
ઈન્દ્રિયગમ્ય ચિહ્નોદ્વારા તેને ઓળખી ન શકાય. સમ્યગ્દ્રષ્ટિની ખરી
ઓળખાણ ત્યારે થાય કે જ્યારે પોતામાં તે જાતનો ભાવ પ્રગટ કરે.
સમ્યગ્દ્રષ્ટિની ઓળખાણનો ભાવ પણ અપૂર્વ છે; એ ભાવ,