Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 37

background image
: ૩૦ : આત્મધર્મ : કારતક :
રાગથી પાર છે. જેમ આત્મા ‘અલિંગગ્રહણ’ એટલે અતીન્દ્રિયગ્રાહ્ય છે તેમ
તેની સમ્યક્ત્વાદિ દશા તે પણ ખરેખર અલિંગગ્રહણ એટલે
અતીન્દ્રિયગ્રાહ્ય છે, એકલા ઈન્દ્રિયગમ્ય અનુમાનથી તેને ઓળખી શકાય
નહિ. (એનું ઘણું સરસ વર્ણન પ્રવચનસાર ગા. ૧૭૨ અલિંગગ્રહણના
વીસ બોલમાંથી ચોથા બોલમાં કર્યું છે. (જુઓ સુવર્ણસન્દેશ પત્રિકા નં.
૨૧)
(૬૩) પ્રશ્ન: –સમ્યગ્દર્શન પામવાની તૈયારીવાળા જીવની દશા કેવી હોય છે? ને
સમ્યગ્દર્શન પામ્યા પછી ગૃહસ્થદશામાં તેની દશા કેવી હોય છે?
ઉત્તર: –એક આત્મઅનુભવનો જ ઉમંગ, એનો જ રંગ, વારંવાર સતત
તેની જ ઘોલના, નિજસ્વરૂપની અતિશય મહત્તા ને તેની એકની જ
પ્રિયતા, બીજે બધેથી પરિણામ હટાવીને એક આત્મસ્વરૂપમાં જ
પરિણામને લગાવવાનો ઊંડો–ઊંડો ઉગ્ર પ્રયત્ન, સ્વરૂપની અપ્રાપ્તિનો
પ્રથમ તીવ્ર અજંપો, તેની પ્રાપ્તિ માટે અપાર જિજ્ઞાસા, પછી સ્વરૂપની
આરાધનાનો (નીકટમાં જ તેની પ્રાપ્તિનો) ઉલ્લાસ–એમ ઘણા પ્રકારે
અનેકવાર ગુરુદેવ સમ્યક્ત્વની ભૂમિકાનું સ્વરૂપ સમજાવે છે.
જેને સ્વરૂપ પ્રાપ્ત થયું ને અપૂર્વતા થઈ તે તો અપાર ગંભીરતાપણે અંદર ને
અંદર જ સમાય છે. એ તાજા સમકિતીની પરિણતિમાં કોઈ પરમ
ઉદાસીનતા, જગતથી અલિપ્તતા, આત્માના આનંદની કોઈ અચિન્ત્ય
ખુમારી...(અનુભવનો અધુરો ઉત્તર અનુભવ વડે જ પૂરો થાય એવો છે.
અનુભવ થાય ત્યારે એનું રહસ્ય સમજાય.)
(૬૪) પ્રશ્ન –જૈનધર્મ નિરીશ્વરવાદી છે? તે ઈશ્વરને નથી માનતો–એ ખરું?
ઉત્તર: –ના; ઈશ્વરને સાચા સ્વરૂપે જૈનધર્મ જ સ્વીકારે છે. આત્માનું સંપૂર્ણ
ઐશ્વર્ય જે સર્વજ્ઞતા તે જે આત્માને પ્રગટેલ છે તે આત્મા પોતે ઈશ્વર છે.
એવા સર્વજ્ઞ–ઈશ્વરને જૈનો જ ખરા સ્વરૂપે ઓળખીને સ્વીકારે છે. અન્ય
લોકો ઈશ્વરનું સાચું સ્વરૂપ જાણતા નથી.
આ આત્મા પણ પોતાની આત્મશક્તિ ખીલવીને પરમેશ્વર બની શકે છે.
એકેક આત્મામાં પોતપોતાની પરમેશ્વરતા ભરી છે;–આવું દરેક આત્માનું
ઈશ્વરપણું બતાવે છે–તે જૈનધર્મની ખાસ વિશિષ્ઠતા છે, જૈનો સિવાય બીજા
કોઈ તે જાણતા કે સ્વીકારતા નથી.