Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 37

background image
: કારતક : આત્મધર્મ : ૩૧ :
જગતમાં સર્વજ્ઞતાને પામેલા ઈશ્વર–પરમાત્મા (સિદ્ધ) અનંતા છે, તેને
જૈનો જ સ્વીકારે છે; બીજાઓ તો અનંતા ઈશ્વરને જાણતા નથી. માટે જૈનો
જ સાચા ઈશ્વરવાદી છે. બીજા નિરીશ્વરવાદી છે.
ઈશ્વરને જગતના કર્તા માનવા તેનું નામ કાંઈ ઈશ્વરવાદ નથી; પરંતુ
ઈશ્વરના ખરા સ્વરૂપે ઈશ્વરને ઓળખવા તે જ સાચો ઈશ્વરવાદ છે.
ઈશ્વર સર્વજ્ઞ છે, ને ઈશ્વર જગતના અકર્તા છે.
ઈશ્વરને જગત્કર્મા માને તેણે ઈશ્વરના શુદ્ધસ્વરૂપને જાણ્યું નથી.
(૬પ) પ્રશ્ન –પડ્યો હતો ભ્રાંતિમાં કે આત્મા પરથી અભિન્ન છે. જાગ્યો અને જાણી
લીધું કે આત્મા સર્વથી ભિન્ન છે. આટલું જાણ્યું,–પણ હવે પછી શું?
ઉત્તર: જાણ્યું જ નથી, ભાઈ! ખરેખર જેણે આટલું જાણ્યું તેને ભેદજ્ઞાન
થાય, ને ‘હવે પછી શું? ’ એવો સંદેહનો પ્રશ્ન તેને રહે નહિ. સ્વ–પરની
ભિન્નતા જેણે યથાર્થ જાણી તેની પરિણતિ સ્વ તરફ વળે,
અતીન્દ્રિયઆનંદને અનુભવે, ને હવે સાદિઅનંત આ જ કરવાનું છે–એમ
નિઃસંદેહતા થાય.
(૬૬) પ્રશ્ન –ક્રોધાદિ વિભાવપર્યાયમાં તો પરનિમિત્ત હોય, પણ સ્વભાવરૂપ
નિર્મળપર્યાયમાં શું પરનિમિત્ત હોય?
ઉત્તર: –હા; નિર્મળપર્યાયમાં પણ નિમિત્ત હોય છે. કાં દેવ–ગુરુ નિમિત્ત, કાળ
નિમિત્ત, દેહાદિ યોગ્ય નિમિત્ત, જિનવાણી વગેરે નિમિત્ત હોય છે. ભલે કાર્ય
તો નિમિત્તથી નિરપેક્ષપણે થાય છે પણ નિમિત્તનું નિમિત્ત તરીકે અસ્તિત્વ
હોય છે. એટલું ખરું કે વિભાવપર્યાયમાં જેમ કર્મનો ઉદય નિમિત્ત છે તેમ
શુદ્ધપર્યાયમાં કર્મ નિમિત્ત નથી, તેમજ તે પર્યાયમાં પરનો આશ્રય નથી,
તેથી તેને નિરપેક્ષ કહેવાય છે. પણ તેથી કાંઈ પર ચીજ તેમાં નિમિત્ત પણ
ન હોય–એમ નથી. સિદ્ધભગવાનનેય કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે.
પર ચીજ નિમિત્ત હોય તે કાંઈ દોષનું કારણ નથી.
(૬૭) પ્રશ્ન –તીર્થંકરભગવાનની દિવ્યવાણી કેટલીવાર છૂટે?
ઉત્તર: –સવારે, બપોરે, સાંજે ને મધ્યરાત્રે એમ ચાર વાર છ–છ ઘડી
ભગવાનની વાણી છૂટે; તે ઉપરાંત કોઈવાર ગણધરાદિ ઉત્તમપુરુષોના
પ્રશ્નઅનુસાર પણ દિવ્યધ્વનિ છૂટે છે.–જે ધ્વનિ ઝીલતાં અનેકજીવો
સ્વસન્મુખ બની સમ્યક્ત્વાદિને સાધે છે.