Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 37

background image
: ૩૨ : આત્મધર્મ : કારતક :
(૬૮) પ્રશ્ન –મહાવિદેહક્ષેત્રમાં ક્્યો ધર્મ?
ઉત્તર: –ત્યાં વ્યક્તપણે શુદ્ધ દિગંબર જૈનધર્મ જ હોય છે; અંદર અભિપ્રાયમાં
ભલે મિથ્યાઅભિપ્રાયવાળા જીવો હોય પણ પ્રસિદ્ધપણે તો જૈનધર્મનું જ
પ્રવર્તન છે. એ સિવાય બીજા કોઈ મત, તેના મંદિરો કે તેના ગુરુઓનું ત્યાં
પ્રવર્તન નથી. ત્યાં ઓછામાં ઓછા વીસ તીર્થંકરભગવંતો તો સદૈવ વર્તતા
જ હોય છે.–
ધર્મકાળ અહો વર્તે ધર્મક્ષેત્ર વિદેહમાં,
વીસવીસ જહાં ગર્જે ધોરી ધર્મપ્રવર્તકા
એ સીમંધરાદિ તીર્થંકરભગવંતોને નમસ્કાર હો.
(૬૯) પ્રશ્ન: –ભેદજ્ઞાનની રીત અઘરી લાગે છે તો શું કરવું?
ઉત્તર: –ઉત્સાહપૂર્વક વારંવાર દ્રઢપણે અતિશય પ્રેમથી તેનો અભ્યાસ કરતાં
તે જરૂર સુગમ થઈ જાય છે. અટપટુ ને સૂક્ષ્મ તો છે પણ અશક્્ય નથી,
એટલે તેના ખરા પ્રયત્નથી તે જરૂર થઈ શકે તેવું છે. ભેદવિજ્ઞાન કરી
કરીને અનંતા જીવો મુક્તિ પામ્યા, તે જીવો પણ આપણા જેવા જ હતા, તો
તેમણે જે કર્યું તે આપણાથી પણ થઈ શકે તેવું છે. ખરી ધગશથી તેનો
અભ્યાસ કરવો જોઈએ.
રાગ અને જ્ઞાન વચ્ચે સૂક્ષ્મ સાંધ છે, તેઓ સાંધ વગરના–એકમેક થઈ
ગયા નથી, માટે પ્રજ્ઞાછીણીના અભ્યાસવડે તેમને ભિન્ન પાડીને શુદ્ધજ્ઞાનને
અનુભવી શકાય છે.
(૭૦) પ્રશ્ન: –કોઈ જીવને સીધું ક્ષાયિક સમ્યક્ત્વ થાય?
ઉત્તર: –ક્ષાયોપશમિકમાંથી જ ક્ષાયિક સમ્યક્ત્વ થાય; અનાદિના
મિથ્યાદ્રષ્ટિ જીવને પહેલાંં ઉપશમ–સમ્યક્ત્વ જ થાય; પછી ક્ષયોપશમપૂર્વક
જ ક્ષાયિક થાય. એટલે ત્રણે પ્રકારના સમ્યક્ત્વને દરેક મોક્ષગામી જીવ
જરૂર પામે જ.
આ અંકની ચર્ચા પૂરી: जय जिनेन्द्र.