બંને એકસાથે ઉપાદેયપણે રહી શકે નહિ. સ્વભાવ અને પરભાવ એકબીજાથી
વિરુદ્ધ–એ બંનેને એક સાથે ઉપાદેય કરી શકાય નહિ. પરમાત્મતત્ત્વને ઉપાદેય
કરતાં રાગનો એક કણિયો પણ ઉપાદેય રહે નહિ. ચૈતન્યના અમૃતને ઉપાદેય કર્યું
ત્યાં રાગરૂપ ઝેરનો સ્વાદ કોણ લ્યે? અંતરાત્મબુદ્ધિ પ્રગટી ત્યાં બહિરાત્મબુદ્ધિ
છૂટી ગઈ. અંતરાત્મબુદ્ધિમાં પરમઆનંદના અમૃત પીધાં, ત્યાં રાગના વેદનની
રુચિ રહે નહિ. ઊડે ઊંડે રાગની કે બહારના જાણપણાની મીઠાસ રહી જાય તો
અંદરનું પરમાત્મતત્ત્વ પ્રગટ નહિ થાય. માટે બાહ્યબુદ્ધિ છોડીને ચૈતન્યનિધાનમાં
નજર કર. અંતર–અવલોકનથી તારા આત્મામાં અપૂર્વ જ્ઞાન–આનંદના મંગળ
દીવડા પ્રગટશે.