: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
સ્વતંત્રતાની ઘોષણા
[ચાર બોલથી સ્વતંત્રતાની ઘોષણા કરતું ખાસ પ્રવચન]
(સમયસાર કલશ ૨૧૧) (સં. ૨૦૨૨ કારતક સુદ ૩–૪)
ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો વસ્તુસ્વભાવ કેવો
છે, તેમાં કર્તા–કર્મપણું કઈ રીતે છે તે અનેક પ્રકારે
દ્રષ્ટાન્ત અને યુક્તિથી ઘૂંટી ઘૂંટીને સમજાવીને, તે
સ્વભાવના નિર્ણયમાં કઈ રીતે મોક્ષમાર્ગ આવે છે તે
પૂ. ગુરુદેવે આ પ્રવચનમાં બતાવ્યું છે. ઘૂંટી ઘૂંટીને
ભેદજ્ઞાન કરાવ્યું છે ને વીતરાગમાર્ગના રહસ્યભૂત
સ્વતંત્રતાની ઘોષણા કરતાં કહ્યું છે કે સર્વજ્ઞદેવે
કહેલા આ પરમ સત્ય વીતરાગી વિજ્ઞાનને જે
સમજશે તેનું અપૂર્વ કલ્યાણ થશે.
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत्।
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।। २११।।