: ૧૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
વસ્તુ પોતે જ પોતાના પરિણામની કર્તા છે, ને બીજા સાથે તેને કર્તા–
૧.
પરિણામ એટલે કે પર્યાય તે જ કર્મ છે–કાર્ય છે.
૨. તે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના જ હોય છે, અન્યના
નહિ; કેમકે પરિણામ પોતપોતાના આશ્રયભૂત પરિણામી (દ્રવ્ય) ના
આશ્રયે હોય છે, અન્યના પરિણામ અન્યના આશ્રયે હોતા નથી.
૩. કર્મ કર્તા વગર હોતું નથી, એટલે કે પરિણામ વસ્તુ વગર હોતા નથી.
૪. વસ્તુની સદા એકરૂપ સ્થિતિ (કૂટસ્થતા) હોતી નથી, કેમકે વસ્તુ દ્રવ્ય–
પર્યાયસ્વરૂપ છે.
આ રીતે, આત્મ કે જડ બધીયે વસ્તુ સ્વયં પોતે જ પોતાના
પરિણામરૂપ કર્મની કર્તા છે– એ વસ્તુસ્વરૂપનો મહા સિદ્ધાંત આચાર્યદેવે
સમજાવ્યો છે–તેના ઉપરનું આ પ્રવચન છે. આ પ્રવચનમાં અનેક પડખાથી
સ્પષ્ટીકરણ કરીને ગુરુદેવે ભેદજ્ઞાન ઘૂંટી ઘૂંટીને સમજાવ્યું છે.
જુઓ, આમાં વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત ચાર બોલથી સમજાવ્યો છે. આ
જગતમાં છ વસ્તુ છે, આત્માઓ અનંત છે, પુદ્ગલ પરમાણુઓ અનંત છે,
તથા ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ,–આમ છએ પ્રકારની જે વસ્તુ,
તેના સ્વરૂપનો વાસ્તવિક નિયમ શું છે, સિદ્ધાંત શું છે તે અહીં ચાર બોલથી
સમજાવે છે.
(૧) પરિણામ તે જ કર્મ
પ્રથમ તો ‘ननु परिणाम एव किल कर्म विनिश्चयत:’ –એટલે કે
પરિણામી વસ્તુના જે પરિણામ છે તે જ નિશ્ચયથી (ચોક્કસપણે) તેનું કર્મ છે.
કર્મ એટલે કાર્ય; પરિણામ એટલે અવસ્થા; પદાર્થની અવસ્થા તે જ ખરેખર
તેનું કર્મ–કાર્ય