Atmadharma magazine - Ank 266-267
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 73

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
છે. પરિણામી એટલે આખી ચીજ, તે જે ભાવરૂપે પરિણમે છે તેને પરિણામ
કહેવાય છે. પરિણામ કહો, કાર્ય કહો, પર્યાય કહો કે કર્મ કહો, –તે વસ્તુના
પરિણામ જ છે.
જેમકે–આત્મા જ્ઞાનગુણસ્વરૂપ છે, તેનું પરિણમન થતાં જ્ઞાનની
જાણવાની પર્યાય થઈ તે તેનું કર્મ છે, તે તેનું વર્તમાન કાર્ય છે. રાગ કે દેહ તે
કાંઈ જ્ઞાનનું કાર્ય નથી; પણ ‘આ રાગ છે, આ દેહ છે’ એમ તેને જાણનારું જે
જ્ઞાન છે તે આત્માનું કાર્ય છે. આત્માના પરિણામ તે આત્માનું કર્મ છે ને
જડના પરિણામ એટલે જડની અવસ્થા તે જડનું કાર્ય છે;– આ રીતે એક બોલ
કહ્યો.
(૨) પરિણામ વસ્તુનું જ હોય છે, બીજાનું નહિ
હવે આ બીજા બોલમાં કહે છે કે જે પરિણામ છે તે પરિણામી પદાર્થનું
જ થાય છે, તે કોઈ બીજાના આશ્રયે થતું નથી. જેમકે શ્રવણ વખતે જે જ્ઞાન
થાય છે તે જ્ઞાન કાર્ય છે–કર્મ છે. તે કોનું કાર્ય છે? તે કાંઈ શબ્દોનું કાર્ય નથી
પણ પરિણામી વસ્તુ–જે આત્મા તેનું જ તે કાર્ય છે. પરિણામી વગર પરિણામ
હોય નહિ. આત્મા પરિણામી છે–તેના વગર જ્ઞાનપરિણામ ન હોય–એ સિદ્ધાંત
છે; પણ વાણી વગર જ્ઞાન ન થાય એ વાત સાચી નથી. શબ્દ વગર જ્ઞાન ન
હોય એમ નહિ, પણ આત્મા વગર જ્ઞાન ન હોય. આ રીતે પરિણામીના
આશ્રયે જ જ્ઞાનાદિ પરિણામ છે.
જુઓ, આ મહા સિદ્ધાંત છે; વસ્તુસ્વરૂપનો આ અબાધિત નિયમ છે.
પરિણામીના આશ્રયે જ તેના પરિણામ થાય છે. જાણનાર આત્મા તે
પરિણામી, તેના આશ્રયે જ જ્ઞાન થાય છે; તે જ્ઞાનપરિણામ આત્માના છે,
વાણીના નહિ. વાણીના રજકણોના આશ્રયે તે જ્ઞાનપરિણામ નથી થતાં, પણ
જ્ઞાનસ્વભાવી આત્મવસ્તુના આશ્રયે તે પરિણામ થાય છે. આત્માવસ્તુ
ત્રિકાળ ટકનાર પરિણામી છે તે પોતે રૂપાંતર થઈને નવી નવી અવસ્થાપણે
પલટે છે, તેના જ્ઞાન–આનંદ વગેરે જે વર્તમાન ભાવો છે તે તેના પરિણામ છે.