: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૪૫ :
‘જ્ઞાનચેતના’ – જેના વડે જ્ઞાની ઓળખાય
જ્ઞાનચેતના મોક્ષકા માર્ગ.......અજ્ઞાનચેતના સંસારકા માર્ગ
જ્ઞાનચેતનાવડે જ્ઞાની કેવળજ્ઞાનને બોલાવે છે.
(સમયસાર કલશ ૩૨૪ ઉપર જ્ઞાનચેતનાનું સ્વરૂપ સમજાવતું ખાસ પ્રવચન)
જ્ઞાનચેતના એટલે શુદ્ધઆત્માને અનુભવનારી ચેતના, તે ચેતના મોક્ષમાર્ગ છે. આ
જ્ઞાનચેતનાનો સંબંધ શાસ્ત્રનાં ભણતર સાથે નથી, જ્ઞાનચેતના તો અંતર્મુખ થઈને
આત્માના સાક્ષાત્કારનું કાર્ય કરે; –ઓછું વધારે જાણપણું હો તેની સાથે સંબંધ નથી, પણ
જ્ઞાનાનંદ સ્વભાવમાં સન્મુખ થતાં જ્ઞાનચેતના પ્રગટે છે; તે જ્ઞાનચેતનામાં આત્મા અત્યંત
શુદ્ધપણે પ્રકાશે છે. આવી જ્ઞાનચેતના ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. જ્ઞાનચેતના તે
કારણ ને કેવળજ્ઞાન તેનું કાર્ય. જ્ઞાનચેતનાનું કાર્ય રાગ તો નહિ, ને જ્ઞાનચેતનાનું કાર્ય
બહારનું જાણપણું પણ નહિ; અંતર્મુખ થઈને શુદ્ધઆત્માને સંચેતવું–અનુભવવું તે
જ્ઞાનચેતનાનું કાર્ય છે. આવી જ્ઞાનચેતનાને ધર્મી જ જાણે છે. ધર્મની, સંવરની કે
મોક્ષમાર્ગની શરૂઆત આ જ્ઞાનચેતનાથી થાય છે.
જ્ઞાનચેતના આત્મિકરસથી ભરેલી છે; ને સમસ્ત વિષયોથી અત્યંત ઉદાસીન છે.
જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવનારી જ્ઞાનચેતનાવડે શુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ને
અશુદ્ધતાના અનુભવવડે અશુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. આ રીતે કારણઅનુસાર કાર્ય થાય છે,
એટલે કે શુદ્ધકારણના સેવનથી શુદ્ધકાર્ય થાય છે ને અશુદ્ધકારણના સેવનથી અશુદ્ધતા થાય
છે. રાગ તો અશુદ્ધતા છે, તે અશુદ્ધતાના સેવનવડે કદી શુદ્ધતા થઈ જાય–એમ બનતું નથી.
જ્ઞાનચેતનાવડે અંતરમાં શુદ્ધસ્વભાવને અનુભવતાં કેવળજ્ઞાનરૂપ શુદ્ધતા ખીલે છે. બસ,
અંતરમાં સ્વભાવસન્મુખનો અનુભવ તે જ જ્ઞાનચેતનાનું કામ છે.
ઉપદેશ આપીને બીજા જીવોને તારવા તે કાંઈ જ્ઞાનચેતનાનું કાર્ય નથી. અંદર
વિકલ્પ ઊઠે તે પણ જ્ઞાનચેતનાનું કાર્ય નથી ત્યાં વાણીની તો શી વાત? વિકલ્પને કે
વાણીને જે જ્ઞાનચેતનાનું કાર્ય માને તે જીવને જ્ઞાનચેતના પ્રગટી નથી, જ્ઞાનચેતના શું છે
તેની તેને ખબર નથી. તે તો રાગદ્વેષપરિણામમાં તન્મય થઈને અજ્ઞાનચેતનાને સેવે છે, તે
અજ્ઞાનચેતનામાંથી સંસારની ઉત્પત્તિ થાય છે.
આ રીતે જ્ઞાનચેતના તે મોક્ષનો માર્ગ, ને અજ્ઞાનચેતના તે સંસારનો માર્ગ છે.
જેનામાં જ્ઞાન નથી તેના સેવનથી મોક્ષમાર્ગ કેમ થાય? શુભવિકલ્પ તે કાંઈ જ્ઞાન નથી,