: ૫૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
જંબુદ્વીપમાં એક મેરૂપર્વત છે એનું નામ સુદર્શનમેરુ; બીજા ધાતકીખંડ દ્વીપમાં બે
મેરૂપર્વત છે–એનાં નામ વિજયમેરુ અને અચલમેરુ; ત્રીજા પુષ્કરવર દ્વીપમાં બે મેરુ–
પર્વત છે–એનાં નામ મંદારમેરુ અને વિદ્યુન્માલી મેરુ. આ પાંચ મેરૂપર્વત ઉપર તે તે
ક્ષેત્રસંબંધી તીર્થંકરોનો જન્માભિષેક થાય છે; દરેક મેરુના વૈભવરૂપ ૭૮ શાશ્વત
જિનાલયો છે. પ્રથમ સુદર્શનમેરુ એકલાખ યોજન (૪૦, ૦૦, ૦૦૦૦૦ માઈલ) ઊંચો
છે. બાકીના ૪ મેરુઓ ૮૪૦૦૦ યોજન ઊંચા છે. સુદર્શનમેરુની ટોચ પછી એક વાળ
જેટલી જગ્યા છોડીને તરત પહેલું સ્વર્ગ આવેલ છે. ૪પ૮ શાશ્વત જિનમંદિરોમાંથી
આપણા આ ભરતક્ષેત્રના ભાગે એક શાશ્વતજિનાલય આવે છે. અને તે વિજ્યાર્દ્ધ પર્વત
ઉપર છે.
પહેલો જંબુદ્વીપ, બીજો ધાતકીખંડ, અને ત્રીજો પુષ્કરદ્વીપનો અડધો ભાગ, એ
રીતે અઢી દ્વીપ જેટલું ક્ષેત્ર–જે ૪પ લાખયોજન વ્યાસવાળું ગોળાકાર, અને એક લાખ
જોજન ઊંચું છે તેટલું મનુષ્યક્ષેત્ર છે. સામાન્યપણે આ અઢી દ્વીપ બહાર મનુષ્યોનું ગમન
નથી. આઠમા નંદીશ્વર દ્વીપ વગેરેના જિનાલયમાં મનુષ્યો જઈ શકતા નથી, દેવો ત્યાં
ભક્તિ પૂર્વક દર્શન–પૂજન કરે છે. ત્યાંના રત્નમય જિનબિંબોની અદ્ભુત વીતરાગતા
દેખતાં ઘણા દેવો ત્યાં અંતર્મુખ થઈને સમ્યક્ત્વ પણ પામે છે.
जाने को नहीं सक्ति हमारी अरु पूजन मन भाई
यातें मनवचकाय शुद्धतें अर्ध जजुं जिनराई
હે બંધુ!
સંતોએ તને તારો જે પરમ સ્વભાવ
સંભળાવ્યો, ને તેં પ્રસન્નતાથી તેની
હા પાડી....તો હવે તેના અનુભવમાં
વિલંબ કરીશ નહીં.