Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 55

background image
: ૩૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
છે, તેમ પોતે મધ્યમ ક્ષેત્રવાળું હોવા છતાં કેવળજ્ઞાન અનંત અલોકના ક્ષેત્રને જાણી લ્યે
છે, એવી બેહદ અચિંત્ય તાકાત તેને ખીલી ગઈ છે. આવા બેહદ સામર્થ્યવાળા
કેવળજ્ઞાનનો નિર્ણય કરનારું જ્ઞાન પણ બેહદ સામર્થ્યવાળું–અતીન્દ્રિય થઈ જાય છે. તે
જ્ઞાન પરભાવમાં ક્્યાંય અટકતું નથી.
(૮૩) પ્રશ્ન:– વિકલ્પને તોડવાની વિધિ શું છે?
ઉત્તર:– પ્રજ્ઞાવડે જ્ઞાનનું વેદન તે જ વિકલ્પને તોડવાની વિધિ છે. ભેદજ્ઞાનની
ઉત્પત્તિના કાળે જ્ઞાન પોતાના સ્વરૂપમાં વળી ગયેલું છે; તે કાળે વિકલ્પનો અભાવ છે.
જ્ઞાનનું લક્ષણ ને રાગનું લક્ષણ એ બનેનાં લક્ષણની ઓળખાણવડે ભિન્નતા
જાણીને, સંધિ છેદીને જ્ઞાન અંર્તસ્વરૂપમાં વળ્‌યું એ જ અપૂર્વ અનુભૂતિનો ને
સમ્યક્ત્વની ઉત્પત્તિનો કાળ છે. સંધિ છેદનારું આ જ્ઞાન અતીવ તીક્ષ્ણ છે–ઘણું જ
ઉપશાંત–ધીરું–એકાગ્ર થઈને અંદરમાં વળ્‌યું છે.
ભવને છેદનારું આવું જ્ઞાન, ભેદજ્ઞાનના નિરંતર અભ્યાસવડે પ્રગટ કરવું તે જ
વિકલ્પને તોડવાની વિધિ છે.
દિનરાત તેઓ એને જ ધ્યેયપણે ધ્યાવે છે.
“સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ ધ્યાન મહીં”
(૮પ) પ્રશ્ન:– આત્માના સર્વ પ્રદેશે કર્મો બંધાયેલા છે–તેની સાબિતિ શું?
ઉત્તર:– કેમકે કર્મના બંધનું કારણ જે રાગાદિભાવો છે તે પણ સર્વ
આત્મપ્રદેશોમાં છે. આત્માના અમુક પ્રદેશોમાં રાગ થાય ને બીજા પ્રદેશો રાગ વગરના
રહે એમ બનતું નથી.
હવે જેમ કર્મ અને તેના કારણરૂપ રાગ સર્વપ્રદેશે છે તેમને કર્મસંબંધને છેદનાર
ને રાગને છેદનાર એવો જ્ઞાનભાવ પણ સર્વ આત્મપ્રદેશે છે.