Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 55

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૫ :
આ રીતે જ્ઞાન રાગ ને કર્મસંબંધ એક ક્ષેત્રે સર્વઆત્મપ્રદેશે હોવા છતાં લક્ષણભેદે
તેમાં ભિન્નતા છે. જ્ઞાન તો સ્વલક્ષણભૂત ચૈતન્યસ્વભાવ સાથે તન્મય છે. રાગનો સંબંધ
અજીવકર્મ સાથે છે; તે રાગ અને કર્મ બંને શુદ્ધજીવના લક્ષણભૂત નથી. જે જ્ઞાન છે તે જ
આત્માની સ્વજાત છે. રાગ તે શુદ્ધજીવની જાત નથી, માટે તે જીવ નથી. રાગ વગરનો
જીવ હોય, કર્મના સંબંધ વગરનો જીવ હોય, પણ જ્ઞાન વગરનો જીવ કદી ન હોય.
હે શિષ્ય! વીતરાગી સ્વસંવેદનજ્ઞાનથી ગ્રાહ્ય થાય તેને જ તું
નિઃસંદેહપણે આત્મા જાણ. સ્વસંવેદનજ્ઞાન હંમેશા વીતરાગી જ હોય છે; તે સ્વસંવેદનમાં
રાગની સહાય નથી. રાગથી ભિન્ન વસ્તુની પ્રાપ્તિ રાગવડે કેમ થાય? ન થાય; વીતરાગી
સ્વસંવેદનથી જ તેની પ્રાપ્તિ થાય છે.
(૮૭) પ્રશ્ન:– ‘અપલક્ષણ’ એટલે શું?
ઉત્તર:– લક્ષણથી વિરુદ્ધ તે અપલક્ષણ. આત્માનું લક્ષણ જ્ઞાન છે; તે લક્ષણથી
વિરુદ્ધ એવા રાગાદિ તે અપ–લક્ષણ છે; જ્ઞાનલક્ષણને ભૂલીને જે જીવ રાગાદિથી લાભ
માને છે તે અપલક્ષણને સેવનારો છે. પ્રભુ આત્મામાં જ્ઞાનાદિ નિજગુણોનો પાર નથી.
પણ તેને ભૂલીને તે રાગાદિને સેવતો થકો, તેટલો જ પોતાને માનીને પામર થઈ રહ્યો
છે. પ્રભુ! સ્વલક્ષણથી તારા આત્માને જાણીને તેનો વિશ્વાસ કર.
(૮૮) પ્રશ્ન:– શુદ્ધઉપયોગ અને શુદ્ધપરિણતિ એ બેમાં શું ફેર?
ઉત્તર:– શુદ્ધઉપયોગ તો સ્વરૂપના નિર્વિકલ્પધ્યાન વખતે જ હોય છે; નીચે
ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને તે ક્્યારેક ક્્યારેક હોય છે. સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને
ઉપર તે નિરંતર હોય છે. જ્યારે શુદ્ધપરિણતિ તો ધર્મીને સદાય ભૂમિકા અનુસાર
વર્તતી જ