શુદ્ધઉપયોગ ન હોય ત્યારે પણ ધર્મીને સમ્યક્ત્વાદિ ધર્મ વર્તે છે; શુદ્ધપરિણતિ ન હોય
ત્યાં ધર્મ ન હોય. શુભ–કે અશુભ પરિણામ વખતે પણ સમ્યક્ત્વાદિ જે શુદ્ધપરિણતિ
પ્રગટી છે તે તો ધર્મીને વર્તે જ છે. શુભ કે અશુભ ઉપયોગના કાળે શુદ્ધઉપયોગ ન હોય
પણ શુદ્ધપરિણતિ તો ધર્મીને હોય. શુદ્ધઉપયોગ તે જ્ઞાનની સ્વસન્મુખ પરિણતિ છે; ને
શુદ્ધપરિણતિ તો શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, સુખમાં એમ બધા ગુણની પરિણતિમાં
હોય છે. આ રીતે શુદ્ધોપયોગ તથા શુદ્ધપરિણતિની વિશેષતા જાણવી. શુદ્ધોપયોગને પણ
શુદ્ધપરિણતિ તો કહી શકાય. શુદ્ધઉપયોગ કે શુદ્ધપરિણતિ એ બંને રાગ વગરના છે.
શુભઉપયોગ તે શુદ્ધ નથી, તેનો સમાવેશ અશુદ્ધઉપયોગમાં છે, ને તે અશુદ્ધપરિણતિમાં
જાય છે. જેટલી શુદ્ધપરિણતિ છે તેટલો જ ધર્મ છે.
એમ કહ્યું, તો નરકમાં સુખ કહ્યું ને સ્વર્ગમાં કલેશ કહ્યો–એ કઈ રીતે?
ભોગવટામાં કલેશ કહ્યો તે તેના રાગની વિવક્ષાથી કહ્યું છે. તેની સાથે તેને
સમ્યગ્દર્શનજન્ય જે સુખ છે તે તો વર્તે જ છે. પણ તેની સાથેના રાગમાં (પુણ્યફળરૂપ
જે સામગ્રી તે તરફના વલણમાં) સુખ નથી પણ આકુળતા છે, એમ બતાવવા તેને
કલેશનો ભોગવટો કહ્યો. ને નરકમાં સમ્યગ્દ્રષ્ટિને જે આકુળતા ને દુઃખ છે તેની મુખ્યતા
ન કરતાં, તે વખતે સ્વરૂપાચરણદશાનું જે પરમસુખ તેને પ્રગટ્યું છે તે બતાવવા તેને
સુખરસની ગટાગટી કહી.–એમ સમજવું. સમ્યગ્દ્રષ્ટિનેય જેટલો પુણ્યના ફળના ભોગવટા
તરફનો ભાવ છે તેટલું દુઃખ છે. જેટલી રાગરહિત પરિણતિ છે તેટલું જ સુખ છે.–પછી
સ્વર્ગમાં હો કે નરકમાં.