: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
(૯૦) પ્રશ્ન:– શુદ્ધઆત્મસ્વભાવને પહેલાં જાણવો, કે પહેલાં આદરવો?
ઉત્તર:– શુદ્ધઆત્મસ્વભાવનું જ્ઞાન અને આદર બંને એક સાથે જ થાય છે. જ્યાં
તેનો આદર કર્યો ત્યાં જ્ઞાન તે તરફ ઝૂકે જ; અને જ્યાં જ્ઞાન તે તરફ ઝૂકે ત્યાં તેનો
આદર થાય જ. શુદ્ધાત્માને જાણ્યા વગર તેનો આદર ક્્યાંથી થાય? ને શુદ્ધાત્માનો
આદર કર્યો વગર જ્ઞાન તે તરફ ઝૂકે ક્્યાંથી? આ રીતે શુદ્ધાત્માનું જ્ઞાન અને આદર
બંને એક સાથે જ છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બંને એક સાથે છે.
શુદ્ધાત્માનો આદર રાખીને તેનું જ્ઞાન થઈ શકે નહિ. તેમજ શુદ્ધાત્માનું અજ્ઞાન
રાખીને તેનો આદર થઈ શકે નહિ. શુદ્ધાત્માનું જ્ઞાન તેના આદરપૂર્વક જ થઈ શકે; ને
શુદ્ધાત્માનો આદર તેના જ્ઞાનપૂર્વક જ થઈ શકે.
(આ અંકની ચર્ચા પૂરી जय जिनेन्द्र)
સંતોની વાત ટૂંકી ને ટચ,
સ્વમાં વસ ને પરથી ખસ.
(યે ટૂંકીટચ બાત એકબાર ઓર પઢિયે)