: ૩૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
બાલવિભાગની સ્તુતિ
અમે તો જિનવરનાં સંતાન,
અમારે ભણવા જૈનસિદ્ધાન્ત;
ભણવું ગણવું અમને વહાલું,
સાધર્મી પર છે વહાલ..
અમે તો જિનવરનાં સંતાન (૧)
ભણતાં ભણતાં મોટા થઈશું,
કરશું આત્માનું ભાન;
ઉપકાર એ ગુરુજી તણો છે,
વંદીએ વારંવાર.....
અમે તો જિનવરનાં સંતાન (૨)
જિનવરદર્શન, ગુરુની સેવા,
શાસ્ત્ર તણો અભ્યાસ;
રત્નત્રયને પ્રગટ કરીને,
જઈશું સિદ્ધની પાસ....
અમે તો જિનવરનાં સંતાન (૩)
આપણા બાલવિભાગની આ સ્તુતિ છે, તે
તમે વાંચજો, મોઢે કરજો, તમારી
“અમે જિનવરનાં સન્તાન”
ધર્મવત્સલ બાલબંધુઓ,
આપણા આ બાલવિભાગનું