: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
કોયડા ઉકેલી આપો
(બાળકો, તમને ઉખાણાના કોયડા
ઉકેલવા બહુ ગમે કેમ! તો આ પાંચ
કોયડા વાંચ્યા ભેગા જ ઉકેલી આપો.)
(૧)
આકાશમાં વિચરે છે પણ પંખી નથી,
દેવ છે પણ એને દેવી નથી;
શરીર છે પણ ખાતા નથી,
બોલે છે પણ મોઢું ખોલતા નથી.
ચાલે છે પણ પગલાં ભરતા નથી
...એ કોણ?
(૨)
ભગવાન છે પણ બોલતા નથી,
બધું જાણે છે પણ આંખ નથી;
કાંઈ આપતા નથી છતાં બધાને ગમે છે.
ને આપણને એની પાસે બોલાવે છે.
...એ કોણ?
(૩)
શાસ્ત્રી બતાવે છે,
ઉપાદેશ રૂડો આપે છે;
સાધુથી પણ મોટા છે,
કુંદકુંદ પ્રભુના જોટા છે...એ કોણ?
(૪)
રત્નત્રયના ધારક છે,
ભક્તોને ભણાવે છે,
શાસ્ત્રોના અર્થ શીખવે છે,
શ્રુતજ્ઞાનના દરિયા છે
(પ)
વન જંગલમાં વસે છે,
નિજસ્વરૂપને સાધે છે,
રત્નત્રયના ધારક છે,
પણ ‘આચાર્ય’ નથી...એ કોણ?
(બાળકો બાજુના પાંચે પ્રશ્નોના
જવાબ તદ્ન સહેલા છે. તમને આવડી તો
ગયા હશે. છતાં ન આવડયાં હોય તો, તમે
‘નમસ્કાર મંત્ર’ બોલશો એટલે તરત
તમને પાંચેના જવાબ આવડી જશે. છતાંય
ન આવડે તો આવતા અંકમાં જોઈ લેજો.
(આના જવાબ લખીને મોકલવાના નથી.
બોધવચનો
ચંદનને કોઈ કાપે તોપણ તેને તે
સુગંધ જ આપે છે.
ગમે તેવા દુઃખમાંય સજ્જનો
પોતાની સજ્જનતાને છોડતા નથી.
ગુણવાનની ઈર્ષા કરનાર ગુણ
પામતો નથી; ગુણવાનનું અનુકરણ
કરનાર ગુણ પામે છે.
વહેતું પાણી વચ્ચે આવતા પર્વતને