Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 55

background image
: ૪૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
કરશું અમે કરશું અમે
આત્મધર્મમાં બાલવિભાગ શરૂ થતાં બાળકો ખૂબ જ આનંદિત થયા છે;
આપણા આ બાલવિભાગ માટે એક બાલિકાએ ટચૂકડું કાવ્ય લખી મોકલ્યું છે. જેમ
ખાવું–પીવું–ગાવું–ભણવું વગેરે રોજીંદુ કાર્ય સંસારમાં કરીએ તેમ હવે મોક્ષમાં જવા માટે
શું કરશું? શું ગાવું? શું બોલવું? શું ખાવું? વગેરે કાર્યક્રમ બતાવીને આ કાવ્યમાં
ધાર્મિક ભાવના વ્યક્ત કરી છે; તે સૌને ગમશે; ને બાળકોને ગાવામાં મજા આવશે.
–સં૦
કરશું અમે કરશું અમે આત્માનું જ્ઞાન કરશું અમે.
નમશું અમે નમશું અમે વીતરાગી દેવને નમશું અમે.
ભણશું અમે ભણશું અમે સાચા શાસ્ત્રોને ભણશું અમે.
ધરશું અમે ધરશું અમે રત્નત્રય ધર્મને ધરશું અમે.
ગાશું અમે ગાશું અમે પંચ પરમેષ્ઠી ગીત ગાંશુ અમે.
જાશું અમે જાશું અમે મુક્તિ નગરીમાં જાશું અમે.
મ્હાલશું અમે મ્હાલશું અમે અતીન્દ્રિય સુખમાં મ્હાલશું અમે.
સુણશું અમે સુણશું અમે સંતોની વાણી સુણશું અમે.
લડશું અમે લડશું અમે મોહ શત્રુની સામે લડશું અમે.
ભગાડશું અમે ભગાડશું અમે કર્મ સેનાને ભગાડશું અમે
જમશું અમે જમશું અમે સમકિતની સુખડી જમશું અમે.
લેશું અમે લેશું અમે સંતોની ચરણ રજ લેશું અમે.
ફરકાવશું અમે ફરકાવશું અમે જૈનધર્મનો ધ્વજ ફરકાવશું અમે
બોલશું અમે બોલશું અમે જિનવર કી જય! જય! બોલશું અમે.
–વાસંતીબેન એચ. મહેતા–સોનગઢ
(બાળકો, તમને આ કવિતા ગમી? આવતા અંકમાં આ બહેન તમને એકડે એકથી
શરૂ કરીને એકડે મીંંડે દશ સુધીનો પાઠ ભણાવશે. તમે કદાચ કહેશો કે અમને તો એકથી દશ
સુધી પાકું આવડે છે! તો ભાઈ, ભલે આવડતું હોય! પણ અમારા સોનગઢના બાળક જેવું
એકથી દશ સુધી તો તમને નહિ જ આવડતું હોય...એ તો આવતા અંકમાં વાંચશો એટલે
તમને ખબર પડશે. બાળકો, તમે પણ કંઈક લખી મોકલજો.)