: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
ત્રણ પ્રશ્નો
બાળકો, તમને તત્ત્વજ્ઞાનનો પ્રેમ જાગે, ને નવું નવું જાણવાનું મળે, તે માટે અહીં
ત્રણ પ્રશ્નો આપ્યા છે; ઘણા બાળકો નાના હોવાથી પ્રશ્નો તદ્ન સહેલા પૂછયા છે; તેના
જવાબ લખી મોકલજો–સાથે તમારે કાંઈ નવો પ્રશ્નો પૂછવો હોય તો તે પણ લખી
મોકલજો.
પ્રશ્ન (૧) જીવ કોને કહેવાય?
પ્રશ્ન (૨) અજીવ કોને કહેવાય?
પ્રશ્ન (૩) આપણા પહેલા અને છેલ્લા
ભગવાનનું નામ શું?
આના જવાબ દરેક બાળકે પોતાના હસ્તાક્ષરમાં જ લખવા; ને નીચેના સરનામે
મોકલવા સંપાદક આત્મધર્મ, જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)
* * *
બાળકોને પત્ર
* તમે ‘બાલવિભાગ’ ના સભ્ય થયા ને ઉત્સાહપૂર્વક ધર્મમાં રસ લઈ રહ્યા છો તે
બદલ તમને ધન્યવાદ! બંધુઓ! જીવનમાં ધર્મ જેવું ઉત્તમ બીજું કાંઈ નથી.
* તમારા મિત્રોને પણ બાલવિભાગના સભ્ય થવાનું કહેશો. સભ્ય થવા માટે
પોસ્ટકાર્ડમાં નામ, સરનામું, ઉંમર, અભ્યાસ અને જન્મદિવસ–એટલું લખી
મોકલવું. છાપેલ કાર્ડ ન હોય તો સાદા કાર્ડ પણ ચાલે. (સંપાદક આત્મધર્મ,
સોનગઢ: સૌરાષ્ટ્ર એ સરનામે મોકલવું)
* તમે જે કાંઈ લખી મોકલો તે તમારા પોતાના હસ્તાક્ષરમાં જ લખી મોકલશો.
તમારા અક્ષર સુધારવાનો પ્રયત્ન કરજો.
* અત્યાર સુધીમાં જેટલા બાળમિત્રો આપણા બાલવિભાગના સભ્ય થયા છે, તેમાં
બાળમંદિરમાં એકડિયા ભણતા બાળકો પણ છે ને કોલેજમાં ભણતા બાળકો પણ
છે; સૌ આનંદથી ભાગ લઈ રહ્યા છે. સભ્યોના નામ આ અંકમાં છાપ્યા છે. તમે
હજી સુધી સભ્ય ન થયા હો તો હજી પણ સભ્ય થઈ શકો છો.
* બાલવિભાગમાં દરેક બાળકે નિયમિત ભાગ લેવો પ્રશ્નોના જવાબ લખવા, અને
દરેક વખતે પોતાનો સભ્ય નંબર પણ લખવો.