: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
હવે, આરાધના કરનાર પોતાના આરાધ્યની સાથે તન્મયરૂપ થયા વગર સાચી
આરાધના થઈ શકે નહિ. આરાધક–પર્યાય આરાધ્ય દ્રવ્યની સાથે તદ્રુપ થઈને પરિણમે
છે ત્યારે જ સાચી આરાધના થાય છે.
(૨૧૪) આત્મા.
આત્મા ભેદાભેદ સ્વરૂપ છે.
આત્માને કોની સાથે ભેદ છે?
પરદ્રવ્યો સાથે આત્માને ભેદ છે, એટલે કે જુદાઈ છે.
આત્માને કોની સાથે અભેદ છે?
પોતાના જ્ઞાનાદિ અનંતગુણો સાથે આત્માને અભેદ છે, એટલે કે તેનાથી જુદાઈ
નથી, એકતા છે.
એજ આત્માને આચાર્યદેવે ‘એકત્વવિભક્ત’ કહીને સમજાવ્યો છે.
એકત્વ એટલે પોતાના ગુણપર્યાયોમાં અભેદ અને વિભક્ત એટલે પરદ્રવ્યોથી ને
પરભાવોથી ભિન્ન.
–આવા શુદ્ધ આત્માને જાણવો તે ભેદજ્ઞાન છે.
(૨૧પ) આકાશ અને આત્મા.
જે અનંત પ્રકાશ, તેને જાણી લેવાની તાકાતવાળો અનંતશક્તિસમ્પન્ન આત્મા, તે
આકાશના અનંતમા ભાગમાં સમાઈ ગયો છે.
અને આત્માના કેવળજ્ઞાનરૂપી દર્પણમાં, અનંત આકાશ એક રજકણની જેમ
જ્ઞેયપણે સમાઈ ગયું છે.
આવા અચિંત્ય જ્ઞાનસામર્થ્યનું માપ ક્ષેત્રના વિસ્તાર વડે નહિ નીકળે;
જ્ઞાનપર્યાયને તે જ્ઞાનશક્તિ તરફ વાળતાં જ જ્ઞાનની અચિંત્ય તાકાત લક્ષગત થાય છે.
જ્ઞાનની તાકાત જ્ઞાન વડે જ જણાય છે, રાગ વડે તે લક્ષગત થતી નથી. આવી જ્ઞાન
તાકાતનો જેને વિશ્વાસ આવે તેને રાગાદિ પરભાવ સાથેની એકતાબુદ્ધિ રહે નહિ,
સંયોગબુદ્ધિ રહે નહિ, ‘હું તો જ્ઞાન છું–એમ તે નિઃશંક જાણે છે.
(૨૧૬) પરમાં સુખબુદ્ધિ તે પાપનું મૂળ.
બાહ્ય વિષયોમાં ને બાહ્ય સંયોગમાં જેણે સુખ માન્યું તે બાહ્યવિષયો અને
બાહ્યસંયોગો માટે શું–શું પાપ નહીં કરે? ચૈતન્યના સુખને ચૂકીને બાહ્યવિષયોમાં જ જેણે
સુખ માન્યું તે જીવ બાહ્યવિષયોમાં જ સુખને માટે ઝાંવા નાખતો થકો, તીવ્ર હિંસા–
અસત્ય વગેરે બધા પાપ કરતાં અચકાતો નથી, કેમ કે ત્યાં જ સર્વસ્વ માન્યું છે. અરે,
મારું સુખ તો મારા આત્મામાં છે, વિષયોમાં ક્્યાંય મારું સુખ નથી–એવું અંતરલક્ષ કરતાં
મિથ્યાત્વ છૂટે, પરમાં સુખબુદ્ધિ મટે, એટલે તીવ્ર પાપ પરિ–