Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 40

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
નથી કરતો, અર્ચન નથી કરતો ને સ્તવન નથી કરતો, તેમ જ પરમ ભક્તિથી
મુનિજનોને દાન નથી દેતો, તેનું ગૃહસ્થાશ્રમપદ પત્થરની નાવ સમાન છે; તે પત્થરની
નૌકા જેવા ગૃહસ્થપદમાં સ્થિત થયેલો તે જીવ અત્યંત ભયંકર એવા ભવસાગરમાં ડૂબે
છે ને નષ્ટ થાય છે.
જિનેન્દ્રદેવ સર્વજ્ઞ પરમાત્માનાં દર્શન–પૂજન તે શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે.
હંમેશના છ કર્તવ્યમાં પણ સૌથી પહેલું કર્તવ્ય જિનેન્દ્રદેવના દર્શન પૂજન છે. સવારમાં
ભગવાનનાં દર્શન વડે પોતાના ધ્યેયરૂપ ઈષ્ટપદને સંભાળીને પછી જ શ્રાવક બીજી
પ્રવૃત્તિ કરે. એ જ રીતે પોતે જમતાં પહેલાં હંમેશા મુનિવરોને યાદ કરે કે અહા, કોઈ
સંતમુનિરાજ કે ધર્માત્મા મારા આંગણે પધારે તો ભક્તિપૂર્વક તેમને ભોજન કરાવીને
પછી હું જમું–આ રીતે શ્રાવકના હૃદયમાં દેવગુરુની ભક્તિનો પ્રવાહ વહેતો હોય. જે
ઘરમાં આવી દેવ–ગુરુની ભક્તિ નથી તે ઘર તો પથરાની નૌકા જેવું ડુબાડનાર છે. છઠ્ઠા
અધિકારમાં (શ્રાવકાચાર–ઉપાસકસંસ્કાર ગાથા ૩પ માં) પણ કહ્યું હતું કે દાન વગરનો
ગૃહસ્થાશ્રમ પત્થરની નૌકાસમાન છે. ભાઈ! ઉઠતાવેંત સવારમાં તને વીતરાગી
ભગવાન યાદ નથી આવતા, ધર્માત્મા સંત–મુનિ યાદ નથી આવતા, ને સંસારના
ચોપાનિયાં વેપારધંધા કે સ્ત્રી આદિ યાદ આવે છે તો તું જ વિચાર કે તારી પરિણતિ
કઈ તરફ જઈ રહી છે?–સંસાર તરફ કે ધર્મ તરફ? આત્મપ્રેમી હોય તેનું તો જીવન જ
જાણે દેવ–ગુરુમય થઈ જાય.
‘હરતા ફરતાં પ્રગટ હરિ દેખું રે..
મારું જીવ્યું સફળ તબ લેખું રે..’
પં. બનારસીદાસજી કહે છે કે“ जिनप्रतिमा जिनसारखी” જિનપ્રતિમામાં
જિનવરદેવની સ્થાપના છે, તેના ઉપરથી જિનવરદેવનું સ્વરૂપ જે ઓળખી લ્યે છે, એ
રીતે જિનપ્રતિમાને જિનસમાન જ દેખે છે. તે જીવને ભવસ્થિતિ અતિ અલ્પ હોય છે,
અલ્પકાળે તે મોક્ષ પામે છે. “षटखंडागम” (ભાગ ૬ પાનું ૪૨૭) માં પણ
જિનબિંબદર્શનને સમ્યક્ત્વની ઉત્પત્તિનું નિમિત્ત કહ્યું છે તથા તેનાથી નિદ્ધત્ત અને
નીકાચીતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય થવાનું કહ્યું છે, એની રુચિમાં
વીતરાગી–સર્વજ્ઞ સ્વભાવ પ્રિય લાગ્યો છે ને સંસારની રુચિ એને છૂટી ગઈ છે એટલે
નિમિત્તમાં પણ એવા વીતરાગી નિમિત્ત પ્રત્યે તેને ભક્તિભાવ ઉછળે છે. જે પરમ
ભક્તિથી જિનેન્દ્રભગવાનના દર્શન નથી કરતો, તો એનો અર્થ એ થયો કે વીતરાગભાવ
નથી રુચતો, એને તરવાનું નિમિત્ત નથી રુચતું પણ સંસારમાં ડુબવાનું નિમિત્ત રુચે છે.
જેવી રુચિ હોય તેવા પ્રકાર તરફ વલણ