નથી ઉલ્લસતી, જેને પૂજા–સ્તુતિનો ભાવ નથી જાગતો તે ગૃહસ્થ દરિયા વચ્ચે પત્થરની
નાવમાં બેઠો છે. નિયમસારમાં પદ્મપ્રભમુનિ કહે છે કે હે જીવ!
तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि।।१२।।
ડુબી જઈશ, ભાઈ! માટે તારે આ ભવદુઃખના દરિયામાં ન ડુબવું હોય ને એનાથી તરવું
હોય તો સંસાર તરફનું તારું વલણ બદલીને વીતરાગી દેવ–ગુરુ તરફ તારા પરિણામને
વાળ, તેઓ ધર્મનું સ્વરૂપ શું કહે છે તે સમજ, તેમણે કહેલા આત્મસ્વરૂપને રુચિમાં લે;
નય હોય છે, ને નય વડે સાચો નિક્ષેપ થાય છે. નિક્ષેપ નય વિના નહિ, નય પ્રમાણ
વિના નહિ, ને પ્રમાણ શુદ્ધાત્માની દ્રષ્ટિ વગર નહીં. અહા, જુઓ તો ખરા, આ
વસ્તુસ્વરૂપ! જૈન દર્શનની એક જ ધારા ચાલી જાય છે ભગવાનની પ્રતિમા જોતાં ‘અહો
આવા ભગવાન! એમ એકવાર પણ જો સર્વજ્ઞદેવનું યથાર્થ સ્વરૂપ લક્ષગત કરી લીધું,
તો કહે છે કે ભવથી તારો બેઠો પાર છે!
ઓળખાણપૂર્વક જ પરમ ભક્તિ જાગે; ને સર્વજ્ઞદેવને સાચી ઓળખાણ હોય ત્યાં તો
આત્માનો સ્વભાવ લક્ષગત થઈ જાય, એટલે તેને દીર્ઘસંસાર હોય નહીં. આ રીતે
ભગવાનના દર્શનની વાતમાં પણ ઊંડુ રહસ્ય છે. માત્ર ઉપર ઉપરથી માની લ્યે કે,
સ્થાનકવાસી લોકો મૂર્તિને ન માને ને આપણે દિગંબર–જૈન એટલે મૂર્તિને માનીએ,–તો
એવા રુઢિગત ભાવથી દર્શન કરે, તેમાં ખરો લાભ થાય નહિ, સર્વજ્ઞદેવની ઓળખાણ
સહિત કરે તો જ ખરો લાભ થાય. (આ વાત ‘સત્તા સ્વરૂપ’ માં ઘણા વિસ્તારથી
સમજાવી છે.)