: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
ચમકત
ચૈતન્યસૂર્ય અને
ચૈતન્યહંસલો
(પરમત્મપ્રકશ ગ. ૧૯ – ૧૨૦)
આ આત્મા આનંદસ્વરૂપ ચૈતન્યસૂર્ય છે, તે કેમ ભાસે? તો કહે છે કે નિર્મળ મનમાં
આત્મા જણાય છે, એટલે કે રાગરહિત નિર્મળ જ્ઞાનપરિણામમાં આ ચૈતન્યસૂર્ય આત્મા
દેખાય છે. મલિન રાગાદિ ભાવોથી જેનું ચિત્ત મલિન છે તેને તે મલિન ચિત્તમાં આત્મા
દેખાતો નથી. જેમ વાદળાના આડંબરમાં સૂર્ય દેખાતો નથી તેમ ચૈતન્ય અનુભૂતિથી વિરુદ્ધ
એવા ક્રોધ–કામાદિ વિકારી ભાવોરૂપ વાદળાં વચ્ચે ચૈતન્યસૂર્ય દેખાતો નથી. ચૈતન્યની
અનુભૂતિ વડે કામ–ક્રોધાદિના વિકલ્પોરૂપ વાદળાં વીખેરાઈ જતાં, નિર્મળ જ્ઞાનરૂપી
આકાશમાં કેવળજ્ઞાનાદિ અનંતગુણરૂપી કિરણોથી ઝળહળતો શુદ્ધાત્મારૂપી સૂર્ય દેખાય છે.
જેમ મલિન દર્પણમાં મુખ દેખાતું નથી, તેમ રાગદ્વેષ સાથે મળેલી મલિન
જ્ઞાનપરિણતિમાં આત્મા અનુભવાતો નથી. રાગના રંગે રંગાયેલું જ્ઞાન શુદ્ધ આત્માને જાણી
શકતું નથી. ભેદજ્ઞાનના બળે જ્ઞાન જ્યાં રાગથી જુદું પરિણમ્યું ત્યાં તે રાગ રહિત જ્ઞાનમાં શુદ્ધ
આત્માનું સ્વસંવેદન થાય છે. અનંત કિરણોથી ચમકતો ચૈતન્યસૂર્ય સાક્ષાત્ બિરાજી રહ્યો છે
પણ અજ્ઞાનીને રાગની રુચિરૂપ મેલને લીધે તે દેખાતો નથી. રાગથી જરાક જુદો થઈને દેખે
તો નિર્મળ જ્ઞાનદર્પણમાં આત્મસૂર્ય સ્પષ્ટ દેખાય, એનું સાક્ષાત્ સ્વસંવેદન થાય.
આ ચૈતન્યસૂર્ય પોતે પોતાની પર્યાયમાં જણાય છે, રાગમાં તે જણાતો નથી.
રાગમાં ચૈતન્યનું પ્રતિબિંબ નથી પડતું. જે નિર્મળ પર્યાય અંતર સ્વભાવની સન્મુખ થઈ તે
પર્યાયમાં ચૈતન્યમૂર્તિ ભગવાન સાક્ષાત્ દેખાય છે, ને એને દેખતાં અપૂર્વ આનન્દ થાય છે.
શાંત–શાંત પરિણતિ થઈને અંદર ઠરે ત્યારે ભગવાન આત્મા દેખાય. રાગમાં એકમેકપણે
જે પરિણતિ વર્તે તેમાં ચૈતન્ય ભગવાન દેખાય નહીં. ક્રોધાદિથી પરિણામ હાલક–ડોલક થયા
કરતા હોય એવા અશાંત પરિણામથી આત્મા અનુભવમાં આવે નહિ. નિર્વિકલ્પ શાંત
પરિણામ વડે આત્મા અનુભવમાં આવે છે; એવા શાન્તપરિણામમાં જ આનન્દ છે.