છેદન થતાં હું છેદાઈ જઈશ. અસંખ્યપ્રદેશી અખંડ આત્માના એક પ્રદેશને
પણ કોઈ છેદી શકે નહિ, તેમજ અનંતગુણના પિંડમાંથી એક્કેય ગુણને
કોઈ ભેદીને જુદો પાડી શકે નહિ. આવો જ્ઞાનાનંદસ્વભાવી હું છું–એમ તું
જાણ; ને આવા તારા પરમાત્મસ્વરૂપને તું નિર્વિકલ્પ થઈને ધ્યાવ. એના
ધ્યાનથી અલ્પકાળમાં જ તું ભવસાગરને તરી જઈશ ને દેહાતીત
પરમાનંદસ્વરૂપ મોક્ષની તને પ્રાપ્તિ થશે.
વગરનો અજર, ને મરણ વગરનો અમર છે. એ જ રીતે શરીર સુંદર–યુવાન હોય તો તે
પણ તું નથી, માટે તેમાં ‘આ મારું’ એવો મોહ ન કર. હું યુવાન, હું રૂપાળો, કે હું વૃદ્ધ,
હું કાળો એમ દેહમાં આત્મબુદ્ધિ ન કર. વીસ વીસ વર્ષના યુવાન રાજકુમારો દેહથી ભિન્ન
અતીન્દ્રિય આત્માને જાણીને તેને સાધવા વનમાં ચાલ્યા ગયા. અરે, સમ્યગ્દ્રષ્ટિ
રાજપાટ ને કોની આ રાણીઓ? જ્યાં દેહ પણ મારો નથી ત્યાં અન્ય દ્રવ્યની શી વાત!
આવા ભાનમાં ધર્મીને મરણનો ભય છૂટી ગયો છે. ‘મારું મૃત્યુ થશે’ એવો ભય તેને
થતો નથી. મારી ચૈતન્ય પ્રભુતામાં કદી વૃદ્ધાવસ્થા કે મરણ નથી.
છોડીને અંતર્મુખ થઈને અતીન્દ્રિય આત્માને તારું ધ્યેય બનાવ.