: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
(૨૨૯) હું....કોણ?
અજ્ઞાની કહે છે–શરીર મારૂં, પૈસા મારા, રોગ મારો, ને હું એનો.
જ્ઞાની જાણે છે–‘હું જ્ઞાન!’ જ્ઞાનાનંદ ચૈતન્ય સ્વભાવ મારો, ને હું એનો.
(૨૩૦) બહારમાં સુખ શોધતાં અંતરનું સુખ ટળે છે
આત્માથી બહાર કોઈપણ પદાર્થમાં સુખને શોધતાં તારૂં સુખ ટળી જશે....એમ
લક્ષમાં લઈને હે જીવ! બહારમાં સુખની બુદ્ધિ છોડ.....ને અંતરમાં સુખસ્વરૂપ તારો
આત્મા જ છે, તેમાં જ સુખને શોધ.
“સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે.
લેશ એ લક્ષે લહો”
બહારમાં સુખ શોધતાં તારૂં અંતરનું સુખ ભુલાઈ જશે. તારા આત્મામાં જ પ્રીતિ
કરતાં તને તારૂં સહજ સુખ પ્રાપ્ત થશે.
અનુભવ
અનુભવ એ ચિંતામણિ રત્ન છે, અનુભવ એ શાંતરસનો કૂવો છે.
અનુભવ મુક્તિનો માર્ગ છે, ને અનુભવ તે મોક્ષસ્વરૂપ છે. અનુભવરસને
જગતના જ્ઞાની લોકો રસાયણ કહે છે, અનુભવનો અભ્યાસ એ તીર્થધામ
છે; અનુભવની ભૂમિ એ જ સકલ ઈષ્ટ પદાર્થને ઉપજાવનાર ખેતર છે,
અનુભવ તે નરકાદિ અધોગતિથી બહાર કાઢીને સ્વર્ગ–મોક્ષરૂપ ઉર્ધ્વગતિમાં
લઈ જાય છે; અનુભવની કેલિ એ કામધેનુ અને ચિત્રાવેલી સમાન છે.
અનુભવનો સ્વાદ પંચામૃતના ભોજન સમાન છે, અનુભવ કર્મોને તોડે છે ને
પરમપદ સાથે પ્રીતિ જોડે છે, અનુભવ સમાન બીજો કોઈ ધર્મ નથી. (અહીં
પંચામૃત, રસાયણ, કામધેનુ ચિત્રવેલી, ચિંતામણીરત્ન વગેરે પદાર્થો
જગતમાં સુખદાયક તરીકે પ્રસિદ્ધ હોવાથી તેમનું દ્રષ્ટાંત દીધું છે, બાકી
અનુભવ તો એ બધાથી નીરાળો કોઈ અનુપમ છે.)
– पं बनारसीदासजी