Atmadharma magazine - Ank 270
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 53

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
બહાર રહીને જ જાણે છે, ને તે જ્ઞેયો તો જ્ઞાનથી બહાર જ રહે છે, જ્ઞાન ને જ્ઞેય એક
બીજામાં પ્રવેશી જતા નથી, છતાં અજ્ઞાની નિજ જ્ઞાનને ભૂલીને ખેદખિન્ન થાય છે. સ્વ–
પર પ્રકાશક સામર્થ્ય તે તો જ્ઞાનની નિર્મળતા છે, એને જાણે તો આત્માને જાણ્યો
કહેવાય. સ્વપરપ્રકાશક જ્ઞાન રાગને જાણતાં રાગરૂપ પોતે થઈ ગયું નથી, પોતે તો
જ્ઞાનપણે જ રહ્યું છે. આવા જ્ઞાનની પ્રતીત તે વસ્તુ સ્વભાવની પ્રતીત છે.
અહો, જ્ઞાનસ્વભાવી મહિમાવંત પદાર્થ–જેના લક્ષે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રાદિ
કાર્ય થયું, તેની સાથે જ્ઞાનમાં રાગાદિ અશુદ્ધતા જણાય છતાં તેમાં જ્ઞાનના જ સામર્થ્યની
પ્રસિદ્ધિ છે.
વિકારી પરિણામ પણ દ્રવ્યના પરિણામ, ને આત્મા તેનો કર્તા, બીજો કર્તા નહિ
એમ પહેલાં કહ્યું, અહીં કહે છે કે તે વિકારી પરિણામને જાણવાની તાકાત જ્ઞાનમાં છે, તે
જ્ઞાનના સ્વપર પ્રકાશકપણામાં આનંદનું વેદન છે. તેમાં દુઃખનું જ્ઞાન ભલે હો, પણ તેને
તે દુઃખનું વેદન નથી.
અરે જીવ! જ્ઞાનને ભૂલીને ખેદ કાં પામ! જ્ઞાનમાં ખેદ કેવો? સંયોગ પ્રતિકૂળ
આવ્યો તે કાંઈતારે દુઃખી થવાનું કારણ નથી, એને તો જાણી લેવાનો સ્વપર–પ્રકાશક
જ્ઞાનનો સ્વભાવ છે. તે જ્ઞાનમાં કાંઈ આકૂળતા કે ખેદ નથી. સાધકપણામાં રાગ પણ છે.
ને જ્ઞાન તેને જાણે છે. ત્યાં કાંઈ રાગને જાણતાં સાધકના જ્ઞાનમાં મલિનતા થઈ જતી
નથી, પણ મિથ્યાશ્રદ્ધાને લીધે, જ્ઞેયોમાં જ મગ્ન થયેલો અજ્ઞાની જીવ, જ્ઞાનને ભૂલીને
ખેદખિન્ન થાય છે. વસ્તુસ્વરૂપને જાણે તો એવો ખેદ રહે નહિ, ને સ્વ–પરપ્રકાશી જ્ઞાનની
પ્રતીત સાથે આનંદ પ્રગટે. નિર્દોષ જ્ઞાનને તું દોષવાળું ન માન. પરને જાણતા કાંઈ
જ્ઞાનમાં ખેદ નથી. જ્ઞાનની પ્રતીતને ભૂલીને જ્ઞેયમાં તન્મયતા માને તો તેમાં મિથ્યાત્વનો
ખેદ છે. એ ખેદ ટાળવા માટે સ્વ–પરપ્રકાશક જ્ઞાનને અનુભવમાં લે, તો ખેદ ટળે ને
અપૂર્વ આનંદ પ્રગટે. જ્ઞાનની પ્રતીત વગર કોઈ રીતે સમતા કે આનંદ પ્રગટે નહિ.
જ્ઞાન તે આત્માનું તત્ત્વ છે, ને રાગાદિ તે આસ્રવતત્ત્વનો ભાગ છે. તેમાં
આસ્રવની મલિનતાને જાણતાં જ્ઞાન મેલું થઈ જતું નથી.
એક કોર જ્ઞાનનો ભાગ, બીજી કોર રાગનો ભાગ તેમાંથી જ્ઞાનનો ભાગ સારો છે,
ને સારો તે તારો છે. એમ રાગથી ભિન્ન જ્ઞાનને ગ્રહણ કરવું તે સુખી થવાનો રસ્તો છે.
અરે જીવ! જાણવાનો તો તારા જ્ઞાનનો સ્વભાવ છે, તો પછી પરજ્ઞેય જણાતાં તું
તારા જ્ઞાનથી કેમ ચ્યુત થાય છે?–સ્વપરને જાણે તે તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય