Atmadharma magazine - Ank 270
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 53

background image
: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
છે. પરને કરવાનો સ્વભાવ નથી, પણ પરને જાણવાનો તારો સ્વભાવ છે, જ્ઞાનમાં પર
જણાય તેમાં તું ગભરાઈ કેમ જાય છે? જ્ઞાનમાં રાગ જણાય, તેથી કાંઈ રાગ જ્ઞાનને
સ્પર્શી જતો નથી, રાગને જાણતાં જ્ઞાન કાંઈ રાગી થઈ જતું નથી, જડને જાણતાં જ્ઞાન
કાંઈ જડ થઈ જતું નથી. તારું જ્ઞાન તો ત્રણે કાળે શુદ્ધ સ્વભાવવાળું છે. એવા
જ્ઞાનસ્વભાવને તું પ્રતીતમાં લે. જ્ઞેયો જણાય તેથી તારા જ્ઞાનમાં કાંઈ તે જ્ઞેયો પ્રવેશી
જતા નથી. તારું જ્ઞાન જ્ઞેયપણે થતું નથી, તારું જ્ઞાન તો જાણનારસ્વરૂપ જ રહે. એમ
જ્ઞાનસ્વરૂપી શુદ્ધ આત્માને તું જાણ ન જ્ઞેયો સાથે જ્ઞાનની એકતાના ભ્રમને તું છોડ. હું
જાણનાર છું ને રાગમય નથી, રોગમય નથી, એમ નિઃશંકપણે તું જ્ઞાનપણે જ રહે.
જ્ઞાનપણે જ આત્માને અનુભવમાં લે તો તારા જ્ઞાનમાં કોઈ આકુળતા ન રહે.
જ્ઞાનમાં રાગ નથી તો રાગને કોણ કરે છે?
જ્ઞાન રાગને નથી કરતું. જ્ઞાનનું અસ્તિત્વ તે કાંઈ રાગની ઉત્પત્તિનું સ્થાન નથી.
રાગ જ્ઞાનના કાર્યપણે નથી, પણ જ્ઞેયપણે છે. તું તારા જ્ઞાનમાં છો, ને રાગને જાણતાં તું
કાંઈ રાગમાં ચાલ્યો જતો નથી, તું તો જ્ઞાનપણે જ્ઞાનમાં જ રહ્યો છો.
જ્ઞાનસ્વરૂપી આત્મા શરીરપણે થયો નથી, ને રાગપણે પણ થયો નથી. રાગને
જાણતાં જ્ઞાનપણે પોતાનું અસ્તિત્વ ભૂલીને રાગમાં જ પોતાનું અસ્તિત્વ માને છે તે
અજ્ઞાનીની ભ્રમણા છે. સ્વસન્મુખ અસ્તિત્વની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈને તેણે તે ભ્રમણા
ઊભી કરી છે. અજ્ઞાની સ્વ–પરની એકતાના ભ્રમથી પરનું જાણપણું છોડવા માગે છે.
પણ ભાઈ! પરને જાણનારે તો તું છો, જ્ઞાનપણે તો તારું અસ્તિત્વ છે, તો શું તારે તારા
અસ્તિત્વને છોડવું છે? તારી હયાતીનો તારે નાશ કરવો છે? એ કદી બને નહિ. આત્મા
સદા જ્ઞાનરૂપ વસ્તુ છે, તે જ્ઞાનથી કદી છૂટે નહિ, એનું અસ્તિત્વ જ જ્ઞાનમય છે.
અરે, આવા જ્ઞાન સ્વભાવની વાત સાંભળવા મળવી તે પણ મહાભાગ્ય છે, ને
પ્રેમથી અંતરમાં લક્ષગત કરીને તેનો હકાર લાવવો તે અપૂર્વ કલ્યાણ છે.
શુદ્ધ વસ્તુસ્વરૂપને અનુભવનારો ભાવ તે
વસ્તુમાં લીન થયેલો છે; વસ્તુથી બહાર રહેલો
કોઈ ભાવ વસ્તુને અનુભવી શકતો નથી.
શુદ્ધવસ્તુની અનુભૂતિ નિર્વિકલ્પ છે. વિકલ્પ
એનાથી બહાર છે.