: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
* જ્યાં ચૈતન્યનું ચિન્તન ત્યાં પરમ આનંદ *
જ્યાં પરનું ચિન્તન ત્યાં દુ:ખ
* રે હંસલા! સ્વ–પરના વિવેક વડે, સમસ્ત પરની ચિન્તા છોડીને નિશ્ચિતપણે
તારા પરમાત્માસ્વરૂપમાં ચિત્તને જોડ... તને પરમ આનંદ થશે.
* ચૈતન્યસ્વરૂપમાં ચિત્તને જોડતાં જે સુખ થાય છે તે સુખ જગતમાં બીજે ક્્યાંય
નથી. અરે, આવા તારા સુખને છોડીને તું પારકી ચિન્તામાં કેમ પડ્યો?
* અનાદિથી પરચિન્તા વડે તું દુઃખી થયો; હવે તો સુખના રસ્તા લે. તારી
સ્વવસ્તુનું માહાત્મ્ય જાણીને એને તું સેવ.
* આત્માને ઓળખીને તેનો નિર્ણય કર, ને પછી બીજી ચિન્તાઓ છોડીને
નિશ્ચિંતપણે આત્માને ધ્યાવતાં તને સમ્યગ્દર્શન થશે, તેમાં અપૂર્વ શાંતિ ને પરમ
આનંદ થશે.
* સુખ તારા આત્મામાં....તેની સામે તું જોતો નથી;
પરની ચિન્તામાં દુઃખ છે....ત્યાં તું છોડીને જાય છે.
સન્તો કહે છે–ભાઈ, પરની ચિન્તાથી પાછો વાળ,
ને આનંદધામ એવા આત્માને તું નિશ્ચિંતપણે ચિંતવ.
* આત્માનાં વખાણ સાંભળવા માત્રથી એનો સ્વાદ આવે નહિ; પણ પોતે
અંતર્મુખ થઈને એ આત્માને ધ્યાવે તો એનો સાક્ષાત્ સ્વાદ આવે.
* જે પોતાનું છે તેને પોતાનું જાણતો નથી, અને જે પોતાનું નથી તેને પોતાનું
કરવા માંગે છે–તેવી જીવ દુઃખી થાય છે.
* પરની પ્રીતિવાળો ચિત્તને પરમાં એકાગ્ર કરીને પરનું ધ્યાન કરે છે. આત્માની
પ્રીતિવાળો પરની ચિંતા છોડે છે ને ચિત્તને આત્મામાં એકાગ્ર કરીને આત્માનું
ધ્યાન કરે છે. પરના ચિન્તનમાં દુઃખ છે, આત્માના ચિન્તનમાં સુખ છે.
* અહા, જેના અવલોકનમાં અત્યંત સુખ છે.–એવો તું છું એમ તું તારા આત્માને
દેખ, જ્યાં પોતામાં જ સુખ છે ત્યાં પરની ચિન્તા શી?