Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 81

background image
: ૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
એકલી વીતરાગતા છે, તેમાં વચ્ચે રાગ નથી. રાગને અને જ્ઞાનને પણ ખરેખર માત્ર
જ્ઞેય–જ્ઞાયકપણું છે. આવા જ્ઞાયકસ્વભાવી આત્માને ઓળખતાં, પર સાથેની એકતાબુદ્ધિ
તૂટીને વીતરાગતા થાય છે ને સર્વજ્ઞતા ખીલી જાય છે; ત્યાં આત્મા સંપૂર્ણ જ્ઞાતા થાય છે
ને સર્વ પદાર્થો તેના જ્ઞાનમાં જ્ઞેય થાય છે.
મોક્ષમાર્ગભૂત શુદ્ધાત્મપ્રવૃત્તિ કરતા થકા આચાર્યદેવ કહે છે કે:– “હું સ્વભાવથી
જ્ઞાયક જ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સાથે પણ સહજ જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધ
જ છે, પરંતુ બીજા સ્વસ્વામી–લક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી,
સર્વત્ર નિર્મમત્વ જ છે”
જુઓ, જ્ઞાયકસ્વભાવી આત્માને પર સાથે માત્ર જ્ઞેયજ્ઞાયક સંબંધ છે–એવા
નિર્ણયપૂર્વક શુદ્ધાત્મામાં પ્રવૃત્તિથી મોક્ષમાર્ગ થાય છે; પરંતુ એ સિવાય પરની સાથે
બીજો કોઈ સંબંધ માને તે જીવને શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ થતી નથી એટલે વીતરાગતા કે
મોક્ષમાર્ગ થતો નથી. જેને પર સાથે ફક્ત જ્ઞેયજ્ઞાયક સંબંધ જ છે, એવા જ્ઞાયકસ્વભાવી
આત્માનો જે નિર્ણય કરે છે તે જીવ તેમાં પ્રવૃત્તિ વડે મોહને ઉખેડી નાંખીને કેવળજ્ઞાની
સર્વજ્ઞ થાય છે.
પ્રશ્ન:– સર્વજ્ઞ તે જ્ઞાતા, ને જગત આખું જ્ઞેય; તો ત્યાં જ્ઞેયઅનુસાર જ્ઞાન છે કે જ્ઞાન
અનુસાર જ્ઞેય છે?
ઉત્તર:– સર્વજ્ઞનું જ્ઞાનપરિણમન અને જગતના પદાર્થોનું જ્ઞેયપરિણમન, એ બંને સ્વતંત્ર
હોવા છતાં, બંનેના જ્ઞેય–જ્ઞાયક સંબંધનો એવો મેળ છે કે જેવું સર્વજ્ઞના જ્ઞાનમાં
જણાયું છે તેવું જ પદાર્થનું પરિણમન થાય છે, ને જેવું પદાર્થનું ત્રણકાળનું
પરિણમન છે તેવું જ સર્વજ્ઞજ્ઞાનમાં જણાય છે; એકબીજાથી વિરુદ્ધતા નથી.
કેવળજ્ઞાનમાં જણાય કંઈક ને પદાર્થો પરિણમે બીજી રીતે–એમ બને તો તો
કેવળજ્ઞાન ખોટું પડે!–અને પદાર્થો પરિણમે એક રીતે ને જ્ઞાન તેને જાણે બીજી
રીતે–તોપણ જ્ઞાન ખોટું પડે; એમ થતાં તેને પદાર્થો સાથે જ્ઞેય–જ્ઞાયકપણું પણ
ક્યાં રહ્યું? માટે સ્વતંત્રતા હોવા છતાં એવું જ્ઞેય–જ્ઞાયકપણું છે કે જેવું જ્ઞેયોમાં
પરિણમન છે જ્ઞાનમાં તેવું જ જણાય છે, અને જ્ઞાન જેવું જાણે છે જ્ઞેયોમાં તેવું જ
પરિણમન થાય છે, અન્યથા થતું નથી. આવા જ્ઞાન–જ્ઞેયસ્વભાવનો નિર્ણય તે
વીતરાગતાનું કારણ છે.