: ૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
તેને વ્યવહાર કાળ કહે છે. કાળદ્રવ્ય અરૂપી છે.
૩પ. પ્રશ્ન:– અસ્તિત્વ ગુણમાં ઉત્પાદ વ્યય–ધુ્રવ હોય કે નહિ?
ઉત્તર:– હોય; નવી પર્યાયરૂપે અસ્તિત્વનો ઉત્પાદ, જુની પર્યાયરૂપે અસ્તિત્વનો
વ્યય અને અસ્તિત્વગુણનું સળંગ ધુ્રવપણે ટકી રહેવું–આ રીતે અસ્તિત્વગુણમાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવ છે.
૩૬. પ્રશ્ન:– કોઈએ તમને મોક્ષના બે રસ્તા બતાવ્યા, એક બલુન અને બીજું
સલુન, તમે ક્્યો રસ્તો પસંદ કરશો?
ઉત્તર:– મોક્ષનો સાચો માર્ગ એક જ પ્રકારનો છે અને તે આત્મામાં જ છે, મોક્ષનો
માર્ગ બહારની કોઈ વસ્તુમાં–બલુનમાં કે સલુનમાં–કયાંય નથી. બહારના કોઈ સાધનથી જે
મોક્ષનો માર્ગ બતાવે તે અજ્ઞાની છે. અમે તો આત્માશ્રિત મોક્ષમાર્ગને જ પસંદ કરશું.
મોક્ષ કોઈ બહારના ક્ષેત્રમાં નથી તેથી મોક્ષ માટે બહારના સાધનની જરૂર નથી.
મોક્ષ તો આત્મામાં જ થાય છે. તેથી સમ્યક્ત્વરૂપી સલુન અને ચારિત્રરૂપી બલુન એ જ
મોક્ષનો માર્ગ છે.
૩૭. પ્રશ્ન:– પરમાણુના જથ્થાને સ્કંધ કહેવાય છે તો પછી સ્કંધના જથ્થાને શું કહેવાય?
ઉત્તર:– સ્કંધના જથ્થાને પણ સ્કંધ કહેવાય છે.
૩૮. પ્રશ્ન:– છ દ્રવ્યો છે તેમાંથી અરૂપી કેટલા અને જડ કેટલા? અરૂપી અને
જડમાં શું ફેર? તે ફેર ક્્યાં પડ્યો?
ઉત્તર:– છ દ્રવ્યોમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે અને જીવ સિવાયના
પાંચ દ્રવ્યો જડ છે; અરૂપી એટલે વર્ણ–ગંધ રસ–સ્પર્શ જેમાં ન હોય તે, અને જડ એટલે
જેમાં જ્ઞાન ન હોય તે; જીવ દ્રવ્ય અરૂપી છે પણ જડ નથી, પુદ્ગલ દ્રવ્ય જડ છે પણ
અરૂપી નથી, અન્ય ચારે દ્રવ્યો જડ અને અરૂપી છે.
૩૯. પ્રશ્નો:– અરિહંત પ્રભુને કેટલા પ્રતિજીવી ગુણો પ્રગટ્યા હોય?–શા માટે?
ઉત્તર:– અરિહંત પ્રભુને એકેય પ્રતિજીવી ગુણો પ્રગટ્યા હોય નહિ કેમકે તેમને
હજી ચાર અઘાતિ કર્મનો સદ્ભાવ છે; પ્રતિજીવી ગુણ તો સર્વ કર્મના નાશથી સિદ્ધપ્રભુને
પ્રગટે છે. જેમકે નામકર્મના અભાવથી સૂક્ષ્મત્વ, ગોત્રકર્મના અભાવથી અગુરુલઘુત્વ,
આયુકર્મના અભાવથી અવગાહત્વ અને વેદનીયના અભાવથી અવ્યાબાધત્વ પ્રગટે છે.
૪૦. પ્રશ્ન:– જ્ઞાન અને ચેતનામાં શું ફેર?
ઉત્તર:– જ્ઞાન તે ચેતનાનો એક ભાગ છે; ચેતનાના બે પ્રકાર છે–એક દર્શન અને
બીજો જ્ઞાન, ‘જ્ઞાન’ કહેતાં એકલું જ્ઞાન ખ્યાલમાં આવે છે, જ્યારે ‘ચેતના’ કહેતાં તેમાં
જ્ઞાન–દર્શન બંને આવી જાય છે.
૪૧. પ્રશ્ન:– અસ્તિત્વ અને ધ્રૌવ્યમાં શું ફેર છે?
ઉત્તર:– અસ્તિત્વમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય ત્રણે આવી જાય છે; અને ‘ધ્રૌવ્ય કહેતાં તેમાં