: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૫ :
ઉત્પાદ–વ્યય આવતાં નથી.
૪૨. પ્રશ્ન:– સ્વભાવનો નાશ થાય છે કે નહિ?–શા માટે?
ઉત્તર:– જે વસ્તુનો જે સ્વભાવ હોય તેનો કદી નાશ થાય નહિ; જો સ્વભાવનો
નાશ થાય તો વસ્તુનો જ નાશ થાય, કેમકે વસ્તુ અને વસ્તુનો સ્વભાવ જુદા નથી.
જેમકે જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, જો જ્ઞાનનો નાશ થાય તો આત્માનો જ નાશ
થાય; કેમકે જ્ઞાન અને આત્મા જુદા નથી.
૪૩. પ્રશ્ન:– કાર્મણવર્ગણા અને કાર્મણ શરીરમાં શું ફેર છે?
ઉત્તર:– કાર્મણવર્ગણાના જે પરમાણુઓ છે તેઓ હજુ કર્મરૂપે થયા નથી પણ
કર્મરૂપે થવાની તેનામાં લાયકાત છે. અને જે પરમાણુઓ આઠ કર્મરૂપે પરિણમ્યા છે તે
કર્મોના સમૂહને કાર્મણશરીર કહેવામાં આવે છે.
૪૪. પ્રશ્ન:– અરિહંતને કયા કર્મો બાકી છે?–શા માટે?
ઉત્તર:– અરિહંતને વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતિકર્મો બાકી
છે, કેમકે હજી તેમને તે પ્રકારનો ઉદયભાવ બાકી છે.
૪પ. પ્રશ્ન:– પહેલાં કેવળજ્ઞાન થાય કે કેવળદર્શન–શા માટે?
ઉત્તર:– કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે જ (એક જ સમયે) થાય છે.
કેમકે પૂરી દશામાં ઉપયોગમાં ક્રમ પડતો નથી; જ્ઞાન ને દર્શન બંને સળંગ વર્તે છે.
૪૬. પ્રશ્ન:– ધર્મદ્રવ્ય ચાલે ત્યારે તેને કોણ નિમિત્ત થાય?
ઉત્તર:– ધર્મદ્રવ્ય સ્વભાવથી જ સ્થિર છે, તે કદી ચાલતું નથી.
૪૭. પ્રશ્ન:– ધર્મદ્રવ્ય કેટલા દ્રવ્યોને સ્થિર થવામાં નિમિત્ત થાય?
ઉત્તર:– ધર્મદ્રવ્ય સ્થિર થવામાં નિમિત્ત થતું નથી; પણ જીવ અને પુદ્ગલદ્રવ્ય જ્યારે
ગતિ કરે ત્યારે તેને ગતિમાં ધર્મદ્રવ્ય નિમિત્ત કહેવાય છે. સ્થિતિમાં નિમિત્ત અધર્મદ્રવ્ય છે.
૪૮. પ્રશ્ન:– સંસારી જીવોને કેટલા પ્રકારનાં શરીર હોય છે?
ઉત્તર:– સંસારી જીવોમાં કુલ પાંચપ્રકારના શરીર હોય છે–ઔદારિક, વૈક્રિયિક,
આહારક, તૈજસ અને કાર્મણ. તેમાંથી કોઈ એક જીવને એક સાથે વધુમાં વધુ ચાર, ને
ઓછામાં ઓછા બે શરીર હોય છે. એક અથવા પાંચ શરીર કોઈને હોતાં નથી.
૪૯. પ્રશ્ન:– બે શરીર કયા જીવને હોય?
ઉત્તર:– એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરતા જીવને ઘણો જ અલ્પકાળ
(એક, બે કે ત્રણ સમય) કાર્મણ અને તૈજસ એ બે જ શરીર હોય છે.
પ૦. પ્રશ્ન:– ચાર શરીર કયા જીવને હોય?
ઉત્તર:– આહારકબ્ધિસંપન્ન છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને (વૈક્રિયિક સિવાયના)
ચાર શરીર હોય છે.
પ૧. પ્રશ્ન:– જીવનું પરમાર્થ શરીર ક્યું?