Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 81

background image
: ૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
ઉત્તર:– જીવનું પરમાર્થ શરીર ‘જ્ઞાન’ છે. જીવનું જ્ઞાનશરીર જીવથી કદી જુદું ન
પડે. પાંચ શરીરો પુદ્ગલના બનેલા અચેતન છે, તે ખરેખર જીવનાં નથી.
પ૨. પ્રશ્ન:– ‘કાળો રંગ’ તે અનુજીવી ગુણ છે કે પ્રતિજીવી ગુણ?
ઉત્તર:– ‘કાળો રંગ’ તે ગુણ નથી પણ ગુણની પર્યાય છે. પુદ્ગલ દ્રવ્યમાં
રંગનામના ગુણની કાળી હાલત છે તેને કાળો રંગ કહેવાય છે. રંગ તે પુદ્ગલનો
અનુજીવી ગુણ છે.
પ૩. પ્રશ્ન:– દ્રવ્યમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ કઈ રીતે છે?
ઉત્તર:– દ્રવ્યમાં નવી અવસ્થા ઉપજે છે, જુની અવસ્થાનો નાશ થાય છે, અને
વસ્તુપણે તે કાયમ ટકી રહે છે–એ રીતે દ્રવ્યમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે; જેમકે જીવદ્રવ્યમાં
સિદ્ધદશાનું ઉત્પન્ન થવું, સંસારદશાનો નાશ થવો અને જીવપણે તેનું ટકી રહેવું–એ
જીવદ્રવ્યના ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે.
પ૪. પ્રશ્ન:– ‘એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરી શકે’–એ વાત ખરી છે? કેમ?
ઉત્તર:– હા, એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરી શકે એ વાત ખરી છે, કેમકે દરેક
વસ્તુમાં અગુરુલઘુત્વ નામની શક્તિ રહેલી છે, તેથી કોઈ એક પદાર્થ અન્ય પદાર્થરૂપે
પરિણમતો નથી, ને તેનું કાંઈ કરતો નથી. વળી વસ્તુમાં અસ્તિ–નાસ્તિ ધર્મ છે, દરેક વસ્તુ
પોતાના સ્વરૂપે છે અને પરના સ્વરૂપે નથી, એટલે કે દરેક વસ્તુ જુદી જુદી સ્વતંત્ર છે.
તેથી કોઈ વસ્તુ એક બીજાનું કાંઈ પણ કરી શકતી નથી. દરેક વસ્તુમાં પોતામાં જ પોતાનું
કાર્ય કરવાની શક્તિ છે. દ્રવત્વ નામની શક્તિ દરેક પદાર્થમાં છે, તે શક્તિથી દરેક વસ્તુનું
કાર્ય સ્વયં પોતપોતાથી થયા કરે છે; એક વસ્તુ બીજી વસ્તુનું કાર્ય કરતી નથી.
પપ. પ્રશ્ન:– બધા જીવોને દર્શનપૂર્વક જ જ્ઞાન (અર્થાત્ પહેલાં દર્શન અને પછી
જ્ઞાન) હોય છે’ એ વાત બરાબર છે?
ઉત્તર:– ના, બધા જીવોને માટે તેમ નથી. અપૂર્ણ જ્ઞાનવાળા જીવને દર્શનપૂર્વક જ
જ્ઞાન હોય છે, પરંતુ જેમને પૂર્ણજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રગટી ગયું હોય તેને તો દર્શન અને
જ્ઞાન બંને એક સાથે જ હોય છે.
પ૬. પ્રશ્ન:– ‘મુનિરાજ ધ્યાનસ્થ બેઠા છે’ આ પ્રસંગે છએ દ્રવ્યની ક્રિયાનું ટૂંક
વર્ણન કરો.
ઉત્તર:– (૧) ધ્યાનસ્થ મુનિરાજનો આત્મા તે વખતે પરમ આનંદમાં લીન છે.
અર્થાત્ તેમને શુદ્ધ જ્ઞાનક્રિયા વર્તે છે, તેમને મોક્ષમાર્ગની ક્રિયા વર્તે છે.–આ જીવદ્રવ્યની
ક્રિયા (૨) જડ શરીરના પરમાણુઓની ક્રિયા તે વખતે સ્થિર રહેવા લાયક છે, તે
પુદ્ગલની ક્રિયા (૩) અધર્માસ્તિકાય દ્રવ્ય તે જીવ અને પરમાણુઓને સ્થિર રહેવામાં
નિમિત્તરૂપ છે; (૪) કાળદ્રવ્ય પરિણમનમાં નિમિત્ત છે;(પ) આકાશ દ્રવ્ય તે જગ્યા
આપવામાં નિમિત્ત છે, અને (૬) ધર્માસ્તિકાય દ્રવ્યની ત્યાં હાજરી છે પણ જીવમાં
ગતિક્રિયા ન હોવાથી તે વખતે ધર્મા–