: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
સ્તિકાય નિમિત્ત નથી.
પ૭. પ્રશ્ન:– ધ્યાનદશા વખતે આત્મામાં કઈ કઈ જાતની પર્યાય હોય?
ઉત્તર:– અર્થપર્યાય અને વ્યંજનપર્યાય બંને હોય છે.
પ૮. પ્રશ્ન:– અરૂપી વસ્તુને આકૃતિ હોય?
ઉત્તર:– હા, પ્રદેશત્વ ગુણને લીધે દરેક વસ્તુને પોતાની આકૃતિ હોય જ; તેને
વ્યંજન પર્યાય કહેવાય છે. આકૃતિ વગરની કોઈ વસ્તુ હોઈ શકે નહિ.
પ૯. પ્રશ્ન:– ધર્મ–અધર્મ–આકાશ અને કાળ એ ચાર દ્રવ્યને સ્વભાવવ્યંજનપર્યાય
છે કે વિભાવવ્યંજનપર્યાય છે?
ઉત્તર:– એ ચારે દ્રવ્યોને સદાય સ્વભાવ વ્યંજનપર્યાય જ હોય છે, તેની પર્યાયમાં
કદી વિકાર થતો નથી, સંસારીજીવને અને સ્કંધના પરમાણુઓને જ વિભાવવ્યંજન
પર્યાય હોય છે.
૬૦. પ્રશ્ન:– અગુરુલઘુત્વગુણ પ્રતિજીવી છે કે અનુજીવી?
ઉત્તર:– અગુરુલઘુત્વગુણ બે પ્રકારના છે; તેમાં જે સામાન્ય અગુરુલઘુગુણ છે તે
અનુજીવી છે અને જે જીવનો વિશેષ અગુરુલઘુગુણ છે તે પ્રતિજીવી છે.
૬૧. પ્રશ્ન:– બંને અગુરુલઘુ ગુણમાં અભાવસુચક ‘અ’ આવે છે છતાં બંનેમાં
ભેદ કેમ?
ઉત્તર:– સામાન્ય અગુરુલઘુગુણ તો બધી વસ્તુઓમાં ત્રિકાળ છે, તે ગુણ કોઈ
બીજાના અભાવની અપેક્ષા રાખતો નથી માટે તે અનુજીવી છે અને વિશેષ
અગુરુલઘુગુણ તો ગોત્રકર્મનો અભાવ થતાં સિદ્ધદશામાં પ્રગટે છે–કર્મના અભાવની
અપેક્ષા રાખતો હોવાથી તે પ્રતિજીવી ગુણ છે. (જેમાં ‘અ’ આવે તેને પ્રતિજીવી ગુણ
કહેવો એવો કાંઈ નિયમ નથી)
૬૨. પ્રશ્ન:– મન જ્ઞાન કરતાં અટકાવે છે કે મદદ કરે છે?
ઉત્તર:– મન તો જડ છે, તે જ્ઞાનથી જુદું છે તેથી તે જ્ઞાન કરવામાં મદદ પણ ન
કરે અને અટકાવે પણ નહિ.
૬૩. પ્રશ્ન:– ‘આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો’–ત્યારે અહીંથી છ દ્રવ્યોમાંથી
કેટલા દ્રવ્યો ગયા?
ઉત્તર:– એક તો જીવ અને તેની સાથે કાર્મણ તથા તૈજસ શરીરના રજકણો;
એટલે કે જીવ અને પુદ્ગલ દ્રવ્યો ગયાં. જીવ અને પુદ્ગલ દ્રવ્ય સિવાયનાં ચારે દ્રવ્યો તો
સદા સ્થિર છે, તેઓમાં કદી ક્ષેત્રાંતર થતું જ નથી.
૬૪. પ્રશ્ન:– ‘શરીરને છોડીને જીવના પ્રદેશોનું બહાર ફેલાવું તેને સમુદ્ઘાત કહે
છે’–આ વ્યાખ્યા બરાબર છે?
ઉત્તર:– ના, આ વ્યાખ્યા બરાબર નથી. શરીરને છોડીને બધા આત્મપ્રદેશ બહાર
નીકળી જાય તો મરણ કહેવાય, સમુદ્ઘાતમાં તો મૂળ શરીરને છોડયા વગર આત્મપ્રદેશો
બહાર ફેલાય છે.
૬પ. પ્રશ્ન:– રાગ–દ્વેષ આત્માના છે કે જડના છે?