Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૫ :
પ્રયત્ન કર.”–આ પ્રમાણે કહી, સ્વયંબુદ્ધમંત્રીને આશીર્વાદ દઈને તે બંને ગગનગામી
મુનિવરો ત્યાંથી અંતર્હિંત થઈ ગયા.
મુનિવરોના વચન સાંભળીને સ્વયંબુદ્ધમંત્રી તત્કાળ મહાબળરાજા પાસે આવ્યો;
રાજા સ્વપ્નોની જ ચિંતામાં હતો, ત્યાં મંત્રીએ તેને તેનાં સ્વપ્ન તેમજ સ્વપ્નફળની વાત
કહી સંભળાવી; અને જિનધર્મના સેવનનો ઉપદેશ આપ્યો કે હે રાજન્! જિનેન્દ્રદેવનો
કહેલો ધર્મ જ સમસ્ત દુઃખોની પરંપરાનો છેદનાર છે, માટે તેમાં જ તમારી બુદ્ધિ જોડો,
ને તેનું જ પાલન કરો.
સ્વયંબુદ્ધમંત્રીની વાત સાંભળીને રાજાને આશ્ચર્ય થયું, અને પોતાનું એક જ
માસનું આયુષ્ય જાણીને તે બુદ્ધિમાન રાજાએ સમાધિમરણમાં પોતાનું ચિત્ત લગાવ્યું.
રાજ્યભાર ઊતારીને પરમપૂજ્ય સિદ્ધકૂટ–ચૈત્યાલયમાં પહોંચ્યો અને ત્યાં
સિદ્ધપ્રતિમાઓનું પૂજન કરીને નિર્ભયપણે સંન્યાસ ધારણ કર્યો; સ્વયંબુદ્ધમંત્રીને
નિર્યાપકઆચાર્ય બનાવીને પ્રાયોપગમન સંન્યાસ ધારણ કર્યો, ને સુખપૂર્વક પ્રાણ
છોડીને બીજા ઈશાનસ્વર્ગમાં, શ્રીપ્રભવિમાનમાં લલિતાંગ નામનો દેવ થયો.
(૨)
ઋષભદેવનો પૂર્વનો નવમો ભવ: લલિતાંગ દેવ
ઋષભદેવનો જીવ, મહાબલરાજાનો ભવ પૂરો કરીને ઈશાનસ્વર્ગમાં
લલિતાંગદેવપણે ઊપજ્યો. ત્યાં પરમ ઐશ્વર્ય દેખીને તે આશ્ચર્યચક્તિ થઈ ગયો કે આ
શું છે! હું કોણ છું! ને આ બધા કોણ છે કે જેઓ દૂરદૂરથી આવીને મને નમસ્કાર કરે
છે! ક્ષણભર તે વિચારમાં પડી ગયો કે હું અહીં ક્યાં આવ્યો છું? ક્યાંથી આવ્યો? આવું
ચિંતવન કરતાં તત્ક્ષણે તેને અવધિજ્ઞાન પ્રગટ્યું. તે અવધિજ્ઞાનવડે પોતાના પૂર્વભવના
તથા સ્વયંબુદ્ધમંત્રી વગેરેના સમાચાર તેણે જાણી લીધા.
સ્વર્ગમાં લલિતાંગદેવનું આયુષ્ય જ્યારે થોડાક પલ્ય બાકી રહ્યું ત્યારે તેને
‘સ્વયંપ્રભા’ નામની એક મહાદેવી પ્રગટ થઈ; તે તેને અતિશય પ્રિય હતી. તે દેવ
સ્વયંપ્રભાદેવી સાથે કોઈ વાર મેરુપર્વતના નંદનવનમાં, કોઈવાર વિજયાર્દ્ધ પર્વત ઉપર,
કોઈવાર રુચકગિરિ–કુંડલગિરિ પર્વતો ઉપર, કોઈવાર માનુષોત્તર પર્વત ઉપર, તો
કોઈવાર નંદીશ્વરના રત્નમય જિનબિંબોનાં દર્શન કરવા જતો હતો.–એ પ્રમાણે સ્વર્ગમાં
તેણે ઘણો કાળ વ્યતીત કર્યો.
એકવાર અચાનક તે લલિતાંગદેવના આભૂષણો નિસ્તેજ થઈ ગયા, માળા
મુરઝાઈ ગઈ, તેના વિમાનના કલ્પવૃક્ષો કંપવા લાગ્યા. આ ચિહ્નોથી પોતાનું મરણ
નીકટ જાણીને