* * * લેખાંસ્ક : ૧૨ મો * * *
આ વખતે ‘તત્ત્વચર્ચા’ ના આ વિભાગમાં પૂ. ગુરુદેવ
પાસે થયેલ રાત્રિચર્ચાનો સાર આપીએ છીએ.
(૧૧૧) એકરૂપ અભેદ આત્મવસ્તુ નિરપેક્ષ છે અને તેની રુચિ કરવી તે પણ પરથી
ને રાગથી નિરપેક્ષ છે.
(૧૧૨) પોતાના એકરૂપ પરમ સ્વભાવનું લક્ષ અને રુચિ કરવી તે જ સાર છે, બાકી
બધું તો સમજવા જેવું–એટલે કે અસાર છે.
(૧૧૩) પોતાની એકરૂપ વસ્તુનું લક્ષ કરતાં આનંદ પ્રગટે. આ દ્રવ્ય ને આ ગુણ,
અથવા આ દ્રવ્ય ને આ પર્યાય એવા ભેદ જ્યાં નથી, દ્રવ્ય–ગુણ–પર્યાયથી
અભેદ વસ્તુની અનુભૂતિ છે; તેમાં અતીન્દ્રિયઆનંદ પણ ભેગો જ છે. ભેદના
લક્ષમાં તે આનંદ પ્રગટે નહિ.
(૧૧૪) સર્વજ્ઞસ્વભાવથી ભરેલો જે અખંડ આત્મસ્વભાવ, તેની જેને રુચિ થઈ તેને
કેવળજ્ઞાન થવાનું જ છે.
(૧૧પ) જ્યાં સ્વભાવની રુચિ થઈ ત્યાં પરિણતિ તે તરફ પરિણમવા લાગી એટલે
સર્વજ્ઞતાનું સાધકપણું શરૂ થયું ને અલ્પકાળે સર્વજ્ઞતા થશે.
(૧૧૬) વિકલ્પ વિનાની અભેદ વસ્તુ દ્રષ્ટિમાં આવે તો જ શ્રદ્ધા સાચી હોય. વિકલ્પ
ઉપર દ્રષ્ટિ (રુચિ) હોય તો શુદ્ધાત્માની શ્રદ્ધા સાચી ન હોય.
(૧૧૭) વીતરાગ માર્ગનો આ અબાધિત સિદ્ધાંત છે કે કલ્યાણ ને મોક્ષમાર્ગ
આત્મસ્વભાવના આશ્રયે જ થાય, બીજા કોઈના આશ્રયે ન થાય.
(૧૧૮) સ્વાનુભૂતિના જોરથી સાધક કહે છે કે હે સિદ્ધપરમાત્મા! જેવો આનંદ તમારો