Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 53

background image
: ૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
જે જીવ ચૈતન્યની પરમ શાંતિને માટે તરફડે છે. તેના સિવાય બીજું કાંઈ જેને જોઈતું
નથી,–એવા મોક્ષાભિલાષી ભવ્ય જીવને માટે આ યોગસારના ૧૦૮ દોહરા રચાય છે.
પોતાના આત્માને સંબોધવાની મુખ્યતા સહિત ભવ્ય જીવોને માટે આ દોહરા રચાય છે.
અરે, આ સંસારમાં ચારે ગતિમાં ક્્યાંય સુખનો છાંટોયે નથી, સુખ તો અંતરના
સ્વભાવમાં છે, તે સ્વભાવના અભિલાષીને સંસારની જેલમાં ક્્યાંય ચેન ન પડે, ત્રાસ
લાગે; જેમ કોઈને બે દિવસ પછી ફાંસી દેવાનું નક્કી થયું હોય તો તે માણસ ભયભીત
વર્તે છે બધેથી તેનો રસ ઊડી જાય છે; તેમ આત્માના સુખના અભિલાષી મોક્ષાર્થી
જીવને ચારે ગતિના અવતાર ત્રાસરૂપ લાગે છે, જગત આખામાંથી રસ ઊડી ગયો છે,
પુણ્યનો રસ ઊડી ગયો છે ને એક આત્મસુખની જ તાલાવેલી લાગી છે.–એવા જીવને
આત્માનું સ્વરૂપ સમજાવવા માટે આ ઉપદેશ છે.
ભાવના
શ્રી હર્ષદાબેન જૈન (સ. નં. ૨૦૨) પાલનપુર તરફથી આવેલ
કાવ્ય ઉચિત ફેરફાર સહિત અહીં આપ્યું છે. બાળકોના હૃદયમાં કેવી
ઉચ્ચ ભાવનાના સંસ્કારો રેડાય છે તે આ કાવ્યમાં દેખાય છે.)
મારે નથી પ્રિય કરવા સાંસારિક કાર્યો.....
મારે હવે પ્રિય કરવા છે શુદ્ધ ભાવો......
અનંત ભવના અજ્ઞાન મોહાદિ આવરણો હટાવવા,
સમકિત–જ્ઞાન–ચારિત્રાદિ નિજભાવને પામવા......મારે
૦ (૧)
જિન પ્રરૂપિત પરમાર્થ માર્ગ આરાધવા,
રત્નત્રય સહિત મુનિમાર્ગમાં વિચરવા......મારે
૦ (૨)
અખંડ ઉજ્વલ આત્મજ્યોતિ પ્રગટાવવા,
મુજ જીવનમાં આત્મધૂન જગાવવા......મારે
૦ (૩)
એક ધ્યાને નિજાત્મભાવમાં લીન રહેવા,
એક ઉપયોગે શુદ્ધભાવમાં લીન રહેવા......મારે
૦ (૪)
સત્પુરુષ શરણે સમ્યક્ રત્નત્રય પામવા,
તીર્થંકર સમીપ કેવલજ્ઞાન સહિત વિચરવા......મારે
૦ (પ)