Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
जो जाणइ अरहंतं दव्वत्त गुणत्त पज्जयतेहि।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
કુંદકુંદસ્વામીએ તો અરિહંત પરમાત્માઓને સાક્ષાત્ નજરે જોયા હતા;
સમવસરણની યાત્રા કરી હતી
અહો, અરિહંત પરમાત્મા સર્વજ્ઞ થયા છે, રાગનો અંશ પણ એને રહ્યો નથી,–હું
પણ આવા અરિહંતોની જાતનો છું, મારો સ્વભાવ પણ એના જેવો જ છે;–એમ
સ્વભાવની પ્રતીત કરતાં સાધકપણું ખીલે છે. સાધક કહે છે કે હું સિદ્ધપ્રભુનો નાતીલો
છું. પ્રભો! આપની ને મારી જાત એક સરખી છે. હું પણ આપના જેવા મારા સ્વરૂપનો
અનુભવ કરતો કરતો થોડા જ કાળમાં આપની પાસે આવવાનો છું.–જુઓ આ
અરિહંતોને અને સિદ્ધોને વંદન કરવાની રીત.
ભગવાન જેવી જ જાતનો મારો સ્વભાવ સ્વીકારીને હું ભગવાનને નમસ્કાર કરું
છું. ‘હું’ કેવો? કે જ્ઞાનદર્શનસ્વભાવમય હું છું. ભગવાનની જાતથી પોતાની જાતને જુદી
રાખીને સાચા નમસ્કાર થાય નહિ. જેવા ભગવાન તેવો હું–એવી પ્રતીતપૂર્વક સ્વસન્મુખ
પરિણતિ પ્રગટે તે પરમાર્થ નમસ્કાર છે. આવા નમસ્કારવડે સાધક પોતાની પર્યાયમાં
અર્હંતપદ અને સિદ્ધપદનો લાભ મેળવે છે. આનું નામ ‘લાભ સવાયા!’ આત્મા
કેવળજ્ઞાન અને સિદ્ધપદને પામે એના જેવો મહાન લાભ બીજો ક્્યો?
આ રીતે સિદ્ધને અને અરિહંતને નમસ્કારરૂપ મંગળ કરીને હવે કહે છે કે આ
ભવભ્રમણથી જે ભયભીત થઈને આત્માની મુક્તિને ચાહે છે એવા જીવોને માટે આ
શાસ્ત્ર રચાય છે:–
संसारहं भयभीयहँ मोक्खहँ लालसियाहं।
अप्पा संबोहणकयइ कय दोहा एक्कमणाहँ।।३।।
ઈચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત,
તે ભવિ જીવ સંબોધવા દોહા રચ્યા એકચિત્ત. (૩)
જેના ચિત્તમાં ભવદુઃખનો ભય હોય ને મોક્ષસુખની અભિલાષા હોય એવા
આત્માને સંબોધવા માટે એકાગ્રચિત્તથી આ દોહા રચાયા છે. જુઓ, મોક્ષના અર્થી
જીવોને માટે આ ઉપદેશ છે. જેને રાગની ને પુણ્યની ઈચ્છા હોય, જેને સ્વર્ગના વૈભવની
તૃષ્ણા હોય ને તેમાં સુખ લાગતું હોય તે જીવને શુદ્ધાત્માના ધ્યાનનો આ ઉપદેશ રુચિકર
નહિ લાગે. પણ જે જીવને આત્માના અનાકુળ સુખની જ લગની છે, રાગની–પુણ્યની–
સંયોગની રુચિ નથી, ચારે ગતિના દુઃખથી જે ભયભીત છે, તડકામાં પડેલું માછલું–જેમ
પાણી માટે તરફડે તેમ ચાર ગતિના દુઃખથી ત્રાસીને