Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 53

background image
: ૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
છે, તેવો જ મારો આનંદ છે. જેવું આપનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે.
સ્વભાવના સામર્થ્યમાં આપનામાં ને મારામાં રંચમાત્ર ફેર નથી. આવા
નિજસ્વભાવની પ્રતીતના બળથી, જેવું પરમાત્મસ્વરૂપ આપે પ્રગટ કર્યું છે
તેવું જ હું પણ પ્રગટ કરવાનો છું. અને જે જીવો આવા પરમાત્મસ્વરૂપની
પ્રીતિ અને પ્રતીત કરશે તેઓ પણ જરૂર પરમાત્મા બની જશે. એવા
કોલકરાર છે. (સભાજનોએ હર્ષપૂર્વક આ વાતને વધાવી લીધી.)
(૧૧૯) હે ભાઈ! આત્મહિત સાધવાનો આ ઉત્તમ અવસર છે. માટે સાવધાન થઈને
આત્મહિતમાં તત્પર થા. (૧) ઘડપણ આવ્યા પહેલાં, (૨)–ઈન્દ્રિયોની
શક્તિ શિથિલ થયા પહેલાં તથા (૩) રોગાદિ પ્રતિકૂળતા આવ્યા પહેલાં
આત્મકલ્યાણ કરી લેવા જેવું છે.
(૧૨૦) જેણે આત્માના જ્ઞાનસ્વભાવનો નિર્ણય થયો, તેને મોક્ષતત્ત્વનો નિર્ણય થયો,
અને તેને રાગની ને પરની પૃથકતાનું ભાન થયું એટલે તેનો તે કર્તા ન રહ્યો,
રાગમાંથી ને પરમાંથી તેનું કર્તૃત્વ ઊડી ગયું, જ્ઞાનભાવરૂપ પરિણમન રહ્યું.
એટલે તેમાં મોક્ષમાર્ગનો વીતરાગી પુરુષાર્થ આવી ગયો. આ રીતે
જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં મોક્ષમાર્ગ આવે છે, ને જ્ઞાનસ્વભાવના નિર્ણય
વગર કદી મોક્ષમાર્ગ થતો નથી. માટે સર્વ ઉદ્યમથી વારંવાર અભ્યાસવડે
જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો, અનુભવ કરવો. (સ્વસન્મુખ થઈને
સ્વાનુભવ સહિતનો નિર્ણય તે જ સમ્યક્ નિર્ણય છે.)
(સભ્ય નં. પપ૦ પાસેથી મળેલ ચર્ચાના આધારે.)
* * * * *
હે સાધક!
મોક્ષને સાધવા માટે જગતનો સંગ છોડી
અંતરની એકત્વ ભાવનાવડે એકલો એકલો મોક્ષને
સાધજે. એકલો ન રહી શકાય તો ધર્માત્માના
સંગમાં રહેજે, પણ બીજાનો સંગ કરીશ નહિ.