: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
जीव जुदा पुद्गल जुदा, यही तत्त्वका सार; अन्य कछू व्याख्यान जो, याहीका विस्तार।।
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(સ્વતત્ત્વને પ્રમેય કરવાની પ્રેરણા)
પૂજ્યપાદ સ્વામી ઈષ્ટોપદેશની પ૦મી ગાથામાં
સર્વ શાસ્ત્રનું ટૂંકુ રહસ્ય બતાવતાં કહે છે–જીવ અને
પુદ્ગલની ભિન્નતા જાણીને સ્વતત્ત્વનું ગ્રહણ કરવું તે
જ સર્વ તત્ત્વનો સાર છે, ને બીજો જે કાંઈ ઉપદેશ છે
તે બધો આનો જ વિસ્તાર છે. જીવ–પુદ્ગલને ભિન્ન
જાણીને સ્વતત્ત્વને કઈ રીતે પ્રમેય કરવું ને સ્વતત્ત્વને
પ્રમેય કરતાં અંતરમાં શું થાય? તેનું બહુ સરસ વર્ણન
ગુરુદેવે આ પ્રવચનમાં કર્યું છે. (જેઠ સુદ પૂર્ણિમાએ)
શેઠશ્રી ચીમનલાલ હિંમતલાલના મકાનના વાસ્તુ–
પ્રસંગનું આ પ્રવચન છે.
* * *
જીવ–પુદ્ગલની ભિન્નતા જાણીને, રાગાદિથી પાર એવા શુદ્ધ આત્માને
અનુભવમાં લેવો તે જ સર્વ શાસ્ત્રોનો સાર છે, જ્ઞાન–સ્વભાવી આત્મામાં
પ્રમેયત્વસ્વભાવ પણ છે એટલે જ્ઞાનને અંતર્મુખ કરતાં તે પ્રમેય થાય છે.
કોઈ પૂછે કે આત્મા જણાય?
તો કહે છે કે–હા;
કેમકે આત્મામાં પ્રમેય થવાનો એટલે જ્ઞાનમાં તે જણાય તેવો સ્વભાવ છે; ને
જાણવાનો પણ પોતાનો સ્વભાવ છે. આ રીતે આત્મા પોતે પોતાને જાણી શકે છે.
આત્માનું સત્પણું–સત્યપણું દેહાદિથી ભિન્ન છે, રાગાદિથી પણ સત્સ્વભાવ જુદો