Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 53

background image
: ૧૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
છે; જ્ઞાયકભાવ જેમાં આનંદ છે એવો આત્મા છે. તેમાં તેના અનંતગુણો સમાય છે.
આવો ગુણવાન આત્મા તેમાં ઉપયોગને એકાગ્ર કરીને વસવું તે સ્વઘરમાં વાસ્તુ છે;
અનંત ગુણમય જે ભૂતાર્થસ્વભાવ તે આત્માનું સ્વ–ઘર છે. સ્વને પ્રમેય બનાવીને
આત્મા સ્વઘરમાં કદી આવ્યો નહિ, બહારમાં જોયા કર્યું છે.
ભાઈ, તું શરીરને જોવા મથે છે–પણ તેનાથી તો તું જુદો છે. બહારના પદાર્થોને
જોવા માટે અનંતકાળથી મથે છે, પણ બહારના પદાર્થોથી જુદો અંદરમાં તું પોતે કોણ
છો–તે જોવા માટે કદી મથ્યો? તારા સ્વજ્ઞેયને તું જાણ.....તો તને આખા ભગવાન
આત્માનો નિર્ણય અને ગ્રહણ થશે. તારા જ્ઞાનમાં આખોય ભગવાન આત્મા આવી
જશે. આમાં સર્વ શાસ્ત્રનો સાર આવી જાય છે.
દેહથી ભિન્ન, ને રાગથી ભિન્ન એવું કોઈ ચૈતન્યસ્વરૂપ તારામાં છે, તેને તું જો.
આવા સ્વજ્ઞેયને જાણ્યા વગર તને સમ્યગ્જ્ઞાન થશે નહિ. પુદ્ગલ ભિન્ન, રાગાદિ પણ
ભિન્ન બાકી રહેલો અનંત ગુણસંપન્ન ચૈતન્ય તે હું–એમ નિર્ણય થતાં, પરથી જુદો
તારવીને ચૈતન્યનું ગ્રહણ થાય છે. આવું ચૈતન્યઘર તે તારું ઘર! બીજા પુદ્ગલના ઘર તે
તારા ઘર નહિ. આમ સ્વઘરને જાણીને તેમાં વસ! એમ સ્વઘર બતાવીને સંતો તેમાં
વાસ્તુ કરાવે છે.
આત્મા અને તેના અનંતા ગુણો–એ બધાય અંતર્મુખ ઉપયોગવડે જ્ઞાનમાં પ્રમેય
થાય તેવા છે. છતાં એમ કહેવું કે ‘મારો આત્મા મને ન જણાય’–તો તેમાં
પ્રમેયસ્વભાવી આત્માનો ને તેના અનંતગુણોનો નિષેધ થાય છે.
ભાઈ, સંતો તને તારો આત્મા પરથી નીરાળો કરીને બતાવે છે કે આવો તારો
આત્મા છે! તો તેને સ્વ–પરની વહેંચણી વડે જુદો જાણીને લક્ષમાં લે. તે તારા
સ્વસંવેદનમાં જણાશે.
સ્વ–પરની ભિન્નતાને જે જાણે તેનું લક્ષ આત્મા ઉપર જાય. જેમ કાચના કટકા
વચ્ચે કિંમતી હીરો પડ્યો હોય, ને કોઈ ભિન્ન ભિન્ન વહેંચણી કરીને બતાવે કે આ બધા
કાચના કટકા, ને આ હીરો, –તો તે બંનેની જુદાઈ જાણનારનું લક્ષ કઈ તરફ ઝુકશે!
કાચ તરફ કે હીરા તરફ?–તેનું વલણ હીરાના ગ્રહણ તરફ જ ઝુકશે ને કાચના કટકા
તરફથી તેનું વલણ હટી જશે.
તેમ કાચના કટકા જેવા જડ દેહ ને રાગાદિ ભાવો, તેમની વચ્ચે આ ચૈતન્યહીરો
પડ્યો છે. સંતો વહેંચણી કરીને બતાવે છે કે આ દેહાદિ જડ–પુદ્ગલો ને આ રાગાદિ