Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
પરભાવો–તે ચીજ તું નહિ, તે બધાથી જુદા લક્ષણવાળો ચૈતન્યપ્રકાશે ચમકતો આ
ચૈતન્યહીરો તે તું;–આમ બંનેની ભિન્નતા જાણતાં જાણનારનું વલણ કોના ગ્રહણ તરફ
ઝુકશે? શું તેનું વલણ રાગના કે દેહના ગ્રહણ તરફ ઝુકશે? કે ચૈતન્યરત્નના ગ્રહણ
તરફ ઝુકશે? તેનું વલણ પુદ્ગલ અને રાગ તરફથી પાછું હટીને પોતાના અચિંત્ય
ચૈતન્યરત્નના ગ્રહણ તરફ ઝુકશે.–આ રીતે સ્વસંવેદનથી જ્ઞાની સ્વતત્ત્વને ગ્રહણ કરે છે.
આવું ગ્રહણ કરીને આત્માને સ્વજ્ઞેય બનાવતાં તેમાં અતીન્દ્રિય આનંદ, પ્રભુતા,
સર્વજ્ઞતા વગેરે સ્વભાવનું પણ ગ્રહણ થાય છે, તે પણ ભેગા સ્વજ્ઞેયપણે જણાય છે. ને
ત્યાં રાગાદિ ભાવો પોતામાં અભૂતાર્થપણે જણાય છે. (આ રીતે
ववहारो अभूयत्थो છે;
તે વ્યવહાર તે કાળે જાણવામાં આવે છે પણ જ્ઞાની સ્વજ્ઞેયમાં તેનું ગ્રહણ કરતા નથી.
સ્વ–જ્ઞેયપણે તો શુદ્ધઆત્માને જ રાખે છે, ને વિભાવોને સ્વજ્ઞેયથી બહાર રાખે છે.)
દેહાદિથી ભિન્ન ને રાગાદિથી ભિન્ન એવી ચૈતન્યવસ્તુને જ્યાં સ્વજ્ઞેય બનાવી ત્યાં
તેના અનંતા ગુણો પોતપોતાના સ્વકાર્ય સહિત જ્ઞાનમાં જણાઈ જાય છે.
ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિમાં આત્માના સમસ્ત ધર્મો સ્વસંવેદનમાં વ્યક્ત થાય છે. અહા,
આવું મહાન સ્વજ્ઞેય! તેને ભૂલીને આત્મા પરજ્ઞેયને જાણવામાં ભટકે છે. ભાઈ, તારાથી
જે પદાર્થો જુદા–તેની જ સામે જોવાથી તને શું લાભ છે? અનંતગુણનો ભંડાર જેમાં
ભર્યો છે એવા તારામાં તું જો ને! તારા આત્માને સ્વજ્ઞેયપણે જાણીને તેમાં તન્મય થતાં
તારામાં વસેલા અનંતા ગુણો તને પ્રમેયપણે જણાશે ને તે બધા ગુણોનું નિર્મળ કાર્ય
પ્રગટ થશે. સ્વજ્ઞેયમાં અતીન્દ્રિય આનંદ ભેગો આવશે, શ્રદ્ધા ભેગી આવશે, પ્રભુતા
ભેગી આવશે, વિભુતાનો વૈભવ ભેગો આવશે, પરના કારણ–કાર્ય વગરનું અકારણ–
કાર્યપણું ભેગું આવશે;–આમ સંપૂર્ણરૂપે ભગવાન આત્માનું ગ્રહણ થશે.
અરે વીર! અરે ધીર!! ધીરો થઈને, શાંતભાવે અંતરમાં તારા આત્માને જો. ધી
એટલે બુદ્ધિ–જ્ઞાન, તેને અંતરમાં જે પ્રેરે તે ધીર છે. બુદ્ધિને બહારમાં જ ભમાવ્યા કરે ને
સ્વજ્ઞેયને જાણવામાં ન લઈ જાય તો તે બુદ્ધિને ખરેખર બુદ્ધિ કહેતા નથી પણ કુબુદ્ધિ કહે
છે. સુબુદ્ધિ તો તેને કહેવાય કે જે અંતરમાં સ્વ–પરને ભિન્ન કરીને, પોતાના આત્માને
જ્ઞાનમાં ગ્રહણ કરે.
જ્ઞાની સંપૂર્ણ આત્માને સ્વજ્ઞેયમાં ગ્રહણ કરે છે, અને પરના અંશમાત્રને ગ્રહણ
કરતા નથી. સ્વજ્ઞેયને પૂરું ગ્રહણ કરે છે ને પરજ્ઞેયને અંશમાત્ર પોતામાં ગ્રહણ કરતા
નથી. આમ ભેદજ્ઞાનવડે સ્વનું ગ્રહણ તે સર્વ શાસ્ત્રોનો સાર છે. સંતોએ વિસ્તાર કરીને
જે સમજાવ્યું તે બધો આનો જ વિસ્તાર છે. બે તત્ત્વો જુદા કહેતાં બંનેનાં કાર્યો પણ
જુદાં જ