Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 53

background image
: ૧૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
છે એ વાત તેમાં આવી જાય છે.
આત્મા ન જણાય–તો શું આત્મામાં પ્રમેયસ્વભાવ નથી? પ્રમેયસ્વભાવી આત્મા
પોતે પોતાને સ્વસંવેદનજ્ઞાનથી સાક્ષાત્ જાણે છે. પુદ્ગલથી આત્મા ભિન્ન છે એ વાતને
પુદ્ગલ ભલે ન જાણે, પણ તું તે જાણીને તારા ચૈતન્યસ્વરૂપ આત્મા તરફ વળ....ને તે
સ્વઘરમાં તું વસ. આવો આત્મા, જ્યાં સ્વજ્ઞેયપણે લક્ષમાં લીધો ત્યાં સંપૂર્ણપણે (એટલે
કે આનંદ પ્રતીત–વગેરે સર્વ ગુણો સહિત) આત્માનું ગ્રહણ થયું. આ સર્વજ્ઞસ્વભાવી
આત્મા છે તેને સ્વજ્ઞેય બનાવતાં હવે સર્વજ્ઞતા જ થશે–એ બાબતમાં જ્ઞાની નિઃશંક છે.
અનંતગુણસહિત આત્માનું જે સંપૂર્ણ રૂપ તેને જ્ઞાનીએ ગ્રહણ કર્યું ત્યાં પોતાનો અને
બધા આત્માનો સર્વજ્ઞસ્વભાવ તેને શ્રદ્ધામાં–જ્ઞાનમાં આવી ગયો; તેનું જ્ઞાન સર્વજ્ઞતા
તરફ દોડવા લાગ્યું....અલ્પકાળમાં હવે સર્વજ્ઞતા ખીલી જશે. પરના આધાર વગર
પ્રભુતા પ્રગટે, સ્વાધીનપણે સર્વજ્ઞતા પ્રગટે–આવો સ્વભાવ તું પ્રતીતમાં લે તો તેમાં સર્વ
શાસ્ત્રનો સાર સમાઈ જાય છે. અહો, જે જ્ઞાને અંતરમાં વળીને આત્માને સ્વજ્ઞેય
બનાવ્યો તેણે અનંતગુણના કાર્ય સહિત સંપૂર્ણ આત્માનું ગ્રહણ કર્યું. તેની પરિણતિ
ધારાવાહીપણે કેવળજ્ઞાન તરફ ચાલી.
ટૂંકામાં, સ્વ–પરની ભિન્નતા જાણીને સ્વદ્રવ્યનું ગ્રહણ કરવું તે સર્વતત્ત્વનો સાર
છે. પછી વિસ્તારથી સમજવાની રુચિવાળા જીવોને માટે જે કાંઈ વિશેષ વ્યાખ્યાન છે તે
બધો આનો જ વિસ્તાર છે. ને તે પણ પ્રશંસનીય છે. –આ રીતે જીવ–પુદ્ગલનું ભેદજ્ઞાન
કરીને તારામાં તન્મય થઈને તું તને જાણ–તે સર્વ તત્ત્વનો સાર છે.
* આ પ્રવચન ઉપરથી બનાવેલ કાવ્ય સામેના પાના પર વાંચો.
ઝડપ
સંસારમાં ક્ષણે ને પળે બની રહેલા
અનિત્યતાના ઝડપી બનાવો આપણને
ઢંઢોળે છે કે અરે જીવ! જેટલી ઝડપથી
કાળ વીતી રહ્યો છે તેના કરતાં વધુ
ઝડપથી તું તારું આત્મહિત સાધી લે.
સમયની રાહ જોઈને અટક નહીં.