Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
મને આનંદ આવે નિજ–ઘર
હવે ગમે નહીં પર ઘર
જેઠ સુદ પૂર્ણિમાએ શેઠશ્રી ચીમનભાઈના મકાનના વાસ્તુપ્રસંગે
થયેલ પૂ. ગુરુદેવનું સુંદર પ્રવચન–જે આ અંકમાં છપાયેલ છે તેના
અનુસંધાનમાં અમારા બાલવિભાગના સભ્ય નં. ૨૬૩ (ચેતનકુમાર જૈને)
બનાવેલ કાવ્ય સુધારીને અહીં આપવામાં આવ્યું છે.–પરઘરમાં ભટકતા
જીવને સ્વઘરમાં આવવાનો સાદ પાડતું આ કાવ્ય સૌને ગમશે. સં૦
હવે સમજાય મહિમા સ્વ–ઘર, મારે નથી રહેવું પર ઘર,
સાદ આવે નિજ–ઘર તણો, મને નહીં શોભે પર ઘર;
મને આનંદ આવે નિજ ઘર....હવે ગમે નહીં પર ઘર. (૧)
કાળ અનાદિથી પરની પ્રીત કીધી, સ્વભાવની પ્રીતિ છોડી દીધી,
સદ્ગુરુ કહે પર ઘર તું છોડ, તને નહીં શોભે પર ઘર.
સંતો બોલાવે આવ તું ઘેર, તને નહીં ગમે પર ઘર...હવે
(૨)
પ્રભો, પરમાં રહી તું દુઃખી થયો, સ્વનું લક્ષ તેમાં તું ચૂકી ગયો,
સાદ પાડી કહે વારંવાર, તને નહીં શોભે પર ઘર;
સ્વને પરથી ભિન્ન તું જાણ, તને નહીં ગમે પર ઘર...હવે
(૩)
દેખાય અશુદ્ધતા પર્યાયમહીં, તે નિજઘરમાં કદી શોભે નહી;
જરા યાદ કર કુંદકુંદ–વચન, તને નહીં શોભે પર ઘર;
પ્રભો, પ્રભુતાની હા તો પાડ! તને નહીં ગમે પર ઘર;...હવે
(૪)
સુખની શોધમાં ભટકી થાકી ગયો, રાગ દ્વેષની જાળમાં અટવાઈ ગયો,
સંતો પોકારે આવ તું ઘેર, તને નહીં શોભે પર ઘર;
તું પુદ્ગલાદિથી ભિન્નતા જાણ, તને નહીં ગમે પર ઘર...હવે
(પ)
પ્રભો, પર ઘરની વાતો સાંભળ્‌યે રાખી, નિજઘરની વાત ન ઉરમાં લીધી,
નિજ ઘરની તું વાત સાંભળ, તને નહીં શોભે પર ઘર;
પ્રભો! એક વાર હા તો પાડ, તને નહીં ગમે પર ઘર...હવે
(૬)