: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૫ :
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક: ૧૯)
(૨પ૧) પૂર્ણતાના માર્ગનો પ્રારંભ
પોતામાં પૂર્ણતાની પ્રતીત વગર પૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકે નહિ. પૂર્ણતા
એટલે મુક્તિ; તે પૂર્ણતાના માર્ગનો પ્રારંભ પૂર્ણસ્વભાવની પ્રતીત વડે થાય છે.
(૨પ૨) જૈનમાર્ગ એટલે વીતરાગભાવ
જૈનમાર્ગ વીતરાગભાવ–સ્વરૂપ છે.
વીતરાગતા તે મોક્ષમાર્ગ છે.
વીતરાગભાવમાં રાગને સ્થાન નથી,–પછી ભલે તે રાગ વીતરાગ ઉપરનો હોય!
રાગ તે રાગ છે, વીતરાગતા તે વીતરાગતા છે.
રાગ તે વીતરાગતા નથી, વીતરાગતા તે રાગ નથી.
રાગને ધર્મ માને તે વીતરાગીધર્મને સાધી શકે નહિ.
(૨પ૩) આત્માનો ચમત્કાર
આત્મા ‘જ્ઞાયક’ છે.
જ્ઞાયકપણું–સ્વપર પ્રકાશકશક્તિ તે ચૈતન્યનો ચમત્કાર છે.
જ્ઞાન તે આત્માનો અસાધારણ ગુણ છે. આત્માની જ્ઞાનશક્તિ પોતાથી જ છે.
જ્ઞેયોને આધારે જ્ઞાન નથી, ઈન્દ્રિયોવડે જ્ઞાન નથી.
વિકલ્પોવડે જ્ઞાન નથી, જ્ઞાન જ્ઞાનથી જ છે.
આત્માના સ્વઆધારે જ જ્ઞાન છે.
આવા જ્ઞાનસ્વરૂપની ઉપાસના તે જ મોક્ષનો માર્ગ.
(૨પ૪) સાચું જ્ઞાન; ને આત્મપ્રેમ
અગિયાર અંગ અને નવપૂર્વ જાણવા છતાં અજ્ઞાની જે આત્મસ્વભાવને
ન જાણી શક્્યો, તે આત્મસ્વભાવને જ્ઞાનીએ તીવ્ર આત્મપ્રીતિના બળે
સ્વાનુભૂતિવડે એક ક્ષણમાં જાણી લીધો. તો એ આત્મપ્રીતિ અને એ
સ્વાનુભૂતિજ્ઞાન કેવાં,–કે અગિયાર અંગના જ્ઞાને જે કામ ન કર્યું તે કામ તેણે
એકક્ષણમાં કરી લીધું!