Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 53

background image
: ૧૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
(૨૨પ) સાચું શરણ
જીવનું શરણ કોણ?
જીવનું શરણ શુધ્ધોપયોગ છે.
જીવને ત્રાસ કોનો?
જીવને ત્રાસ પરભાવનો.
(૨પ૬) પુણ્ય....પાપ....અને જડ
પૈસાથી ધર્મ નથી; પૈસાથી પુણ્ય નથી; પૈસાથી પાપ નથી.
દેહથી ધર્મ નથી; દેહથી પુણ્ય નથી; દેહથી પાપ નથી.
શુદ્ધભાવથી ધર્મ છે; શુભભાવથી પુણ્ય છે; અશુભભાવથી પાપ છે.
ને પૈસા–દેહ વગેરે તો જડ છે.
(૨પ૭) સ્વાનુભૂતિ માટેનું ઉપયોગી જ્ઞાન
બહારના પદાર્થોનું જ્ઞાન આત્માની સ્વાનુભૂતિ માટે કાર્યકારી થઈ શકતું નથી.
આત્માનો રંગ લગાડીને જ્ઞાન આત્મા તરફ વળે ત્યારે જ સ્વાનુભૂતિ થાય છે.
(૨પ૮) આત્મા સ્વાધીનતાથી જ સધાય
મારા સ્વભાવગુણ મને બીજા કોઈ આપે કે તે પ્રગટ કરવા બીજો કોઈ
મદદ કરે, તેની પ્રાપ્તિમાં બીજો કોઈ મને વિઘ્ન કરે એવી માન્યતા તે
પરાધીનતા છે; પરાધીનતા વડે આત્માને કદી સાધી શકાય નહિ.
મારા સ્વભાવગુણ મારામાં જ છે ને તે પ્રગટ કરવા હું સ્વતંત્ર છું–એવી
સ્વાધીન બુદ્ધિ વડે આત્માને સાધી શકાય છે.
(૨પ૯) ગરમીથી બચવા સમુદ્રમાં ડૂબકી
અંર્તસ્વરૂપમાં ચૈતન્યરસથી ભરપૂર કેવળજ્ઞાન–સમુદ્ર આનંદતરંગોથી
હિલોળા મારે છે.....આત્મપ્રીતિવડે તેમાં ડૂબકી મારીને લીન થા–તો સંસારના
તારા બધા આતાપ શમી જશે ને તને મોક્ષની પરમ શીતળ શાંતિ અનુભવાશે.
(૨૬૦) જડ, પુણ્ય, ને જ્ઞાન
પુણ્યથી ધર્મ થાય નહિ.
આત્મા જડનાં કારણ કરી શકે નહિ
જડથી ભિન્ન ને પુણ્યથી પાર એવું જે જ્ઞાન, તે આત્માનું ખરું કાર્ય છે ને તેમાં
આત્માનો ધર્મ છે.
મગ્ન નગ્ન ને ભગ્ન
ચૈતન્યમાં મગ્ન તે સાચા નગ્ન,
બાકી બધા મોક્ષમાર્ગથી ભગ્ન.