Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 53

background image
: ૧૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપમાં જેની દ્રષ્ટિ નિસ્પંદ થઈ છે–સ્થિર થઈ છે એવા
જ્ઞાનીને સસ્પંદ એવું આ જગત પણ નિસ્પંદ સમાન ભાસે છે; જગતની ક્રિયાઓ
સાથેનો પોતાનો સંબંધ છૂટી ગયો ત્યાં તેને પોતાના અનુભવથી ભિન્ન દેખે છે. મારી
ચેતનાનો એક અંશ પણ પરમાં દેખાતો નથી, મારું સર્વસ્વ મારામાં જ છે–એમ જ્ઞાની
પોતાના આત્માને જગતથી અસંગ અનુભવે છે.
ભાઈ, તારે તારા આત્માને અનુભવવો હોય તો તું જગતને તારાથી અત્યંત
ભિન્ન, અચેતન જેવું દેખ. એટલે કે તારી ચેતનાનો કે તારા સુખનો એક અંશ પણ તેમાં
નથી એમ જાણ. જગતમાં તો બીજા અનંતા જીવો છે, સિદ્ધભગવંતો છે, અર્હન્તો છે,
મુનિવરો છે, ધર્માત્માઓ છે; અનંતા જીવ ને અજીવ પદાર્થો છે, ને તે સૌની ક્રિયા
તેમનામાં થયા કરે છે, પણ આ આત્મા પોતાના સ્વાનુભવ તરફ જ્યાં ઉપયોગને ઝુકાવે
છે ત્યાં આખું જગત શૂન્યવત ભાસે છે; જગત તો જગતમાં છે જ પણ આનો ઉપયોગ
તે પર તરફથી પાછો હટી ગયો છે તેથી તે ઉપયોગમાં પોતાના આત્માનું જ અસ્તિત્વ છે
ને જગત તેમાં શૂન્ય છે. ઉપયોગને અંતર્મુખ કરીને આ રીતે આત્માને પરથી શૂન્ય
અનુભવે તે જ આત્માના પરમ સુખને ભોગવે છે, બીજા જીવો આત્માના સુખને
ભોગવી શકતા નથી. આત્માના અતીન્દ્રિયસુખના અભિલાષી જીવે જગતની ક્રિયાથી
પાર પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જાણવું જોઈએ.ાા ૬૭ાા
(વીર સં. ૨૪૮૨ અસાડ વદ છઠ્ઠ: સમાધિશતક ગા. ૬૮)
દેહાદિથી ભિન્ન આત્માને બહિરાત્મા જાણતો નથી.–તેથી તે સંસારમાં રખડે છે.
એ વાત કહે છે–
शरीरकंचुकेनात्मा संवृत्तज्ञानविग्रहः।
नात्मानं बुध्यते तस्माद्भ्रमत्यतिचिरं भवे।।६८।।
આત્મા તો ચૈતન્યશરીરી અતીન્દ્રિય છે, તેમાં અંતર્મુખ થઈને તેને જે ધ્યેય નથી
બનાવતો તે આત્માને નથી જાણતો, પણ દેહાદિને કે રાગાદિને જ આત્મા માને છે. તેનું
જ્ઞાનશરીર કર્મરૂપી કાંચળીથી ઢંકાઈ ગયું છે, અર્થાત્ આત્મા તરફ ન વળતાં કર્મ તરફ
જ તેનું વલણ છે, ને તેથી તે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જેમ કાંચળી તે સર્પ
નથી, તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માને કર્મ તરફના વલણથી જે રાગ–દ્વેષ–મોહરૂપ
કાંચળી છે તે તેનું વાસ્તવિકસ્વરૂપ નથી. તે કાંચળીને લીધે અજ્ઞાનીને આત્માનું
વાસ્તવિકસ્વરૂપ ઓળખાતું નથી. એટલે રાગાદિને જ આત્મા માનીને તે પોતે પોતાના
ચૈતન્યસ્વરૂપને આવરણથી ઢાંકીને ચારગતિમાં રખડે છે. તેને ભગવાને ઉપદેશ કર્યો છે
કે હે જીવ! તારું ચૈતન્યતત્ત્વ રાગાદિથી રહિત છે, દેહાદિથી ભિન્ન છે, તેમાં તું અંતર્મુખ
થા. તારી ભૂલથી ભવભ્રમણ છે, તે ભૂલ ટાળ, ને