: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
ચિદાનંદ સ્વરૂપ આત્માની સંભાળ કર તો તારું ભ્રમણ ટળે ને મુક્તિ થાય.
જેમ પાણીમાં નીમક (મીઠું) મિશ્ર થતાં તે ખારું લાગે છે, ત્યાં ખરેખર પાણીનો
ખારો સ્વભાવ નથી, ખારું તો મીઠું છે; તેમ આત્મામાં કર્મ તરફના વલણથી રાગ–દ્વેષ–
મોહરૂપ આકુળતાનું વેદન થાય છે, તે આકુળતા ખરેખર આત્માના ચૈતન્યસ્વભાવનો
સ્વાદ નથી, તે તો કર્મ તરફના વલણવાળા વિકારીભાવનો સ્વાદ છે. હું તો ચૈતન્યસ્વરૂપ
છું–જ્ઞાન ને આનંદ જ મારું શરીર છે–એવી અંર્ત સ્વરૂપની સાવધાની કરતાં ચૈતન્યના
સ્વાદનો અનુભવ થાય છે. પણ અજ્ઞાનીજીવ ભ્રાંતિને લીધે તેને જાણતો નથી ને કર્મ
તરફના વલણના રાગાદિરૂપ સ્વાદને જ તે આત્માનો સ્વાદ માને છે. રાગ તે ધર્મ નથી–
એમ કદાચ ધારણાથી કહે, પણ અંતરમાં તે રાગના વેદનથી જુદો પડતો નથી, સૂક્ષ્મપણે
રાગની મીઠાસમાં જ તે અટકી ગયો છે, પણ રાગથી પાર થઈને જ્ઞાનભાવનો અનુભવ
કરતો નથી. જ્યાંસુધી રાગથી પાર જ્ઞાનાનંદસ્વરૂપને ન જાણે ત્યાંસુધી તે અજ્ઞાની
બહિરાત્મા સંસારમાં જ પરિભ્રમણ કરે છેાા ૬૮ાા
બહિરાત્મા યથાર્થ આત્મસ્વરૂપને નથી જાણતો, તો તે કોને આત્મા માને છે?–તે
હવે કહેશે.
સન્તોની વાત
સન્તો કહે છે: ભાઈ! તારે અત્યારે આત્માનો આનંદ
કમાવાનો અવસર આવ્યો છે તેને તું ચુકીશ નહિ.
આચાર્યદેવ કહે છે કે સ્વાનુભવથી હું જે શુદ્ધાત્મા દેખાડું
છું તેમાં સંદેહ કર્યા વગર તારા સ્વાનુભવથી તું પ્રમાણ કરજે!
અનાકુળ સ્વરૂપનું ધ્યાન અનાકૂળ પરિણતિ વડે જ
થાય છે; તે ધ્યાનમાં જ આનંદ સ્ફૂરે છે.
વિકલ્પ તો આકુળતા છે, આકુળતામાં આનંદની
સ્ફુરણા કેમ થાય?
આત્મા જડતો નથી–એમ કોઈ કહે, તો તેને કહે છે કે
ભાઈ! જ્યાં આત્મા છે ત્યાં તું ગોતતો જ નથી પછી ક્્યાંથી
જડે? અંતર્મુખ થઈને જ્ઞાનભાવમાં શોધ તો જરૂર આત્મા
જડશે. પરભાવમાં શોધ્યે તે નહિ મળે.