Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 53

background image
: ૨૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨








પરિવારના દેવો હતા અને તેઓ જ અહીં તમારા પુરોહિત, શેઠ અને સેનાપતિ થયા છે.
–આ પ્રમાણે બે મુનિવરોએ વજ્રજંઘને તેના મંત્રી–પુરોહિત–શેઠ અને
સેનાપતિના પૂર્વભવોનો સંબંધ કહ્યો.
જ્યારે એ બે મુનિવરો વજ્રજંઘને આ બધો વૃત્તાંત કહી રહ્યા હતા, ત્યારે
નોળિયો, સિંહ, વાંદરો અને ભૂંડ એ ચાર જીવો ત્યાં સમીપમાં બેઠા હતા અને શાંતિથી
મુનિરાજ તરફ ટગટગ નીહાળી રહ્યા હતા. તે જોઈને આશ્ચર્યથી વજ્રજંઘે પૂછયું: હે
સ્વામી! આ નોળિયો, સિંહ, વાંદરો અને ભૂંડ એ ચારે જીવો અહીં મનુષ્યોની વચ્ચે પણ
નિર્ભયપણે આપના મુખકમળ તરફ નજર માંડીને કેમ બેઠા છે?
તેના ઉત્તરમાં શ્રી મુનિરાજે કહ્યું: સાંભળ, હે રાજન્! આ સિંહ વગેરે ચારે જીવો
તારું આહારદાન દેખીને પરમ હર્ષ પામ્યા છે.
આ સિંહ પૂર્વભવે હસ્તિનાપુરમાં એક વેપારીનો પુત્ર હતો પણ તીવ્ર ક્રોધને લીધે
તે મરીને સિંહ થયો છે.
આ ભૂંડ પૂર્વભવે એક રાજપૂત્ર હતો, પણ તીવ્ર માનને લીધે તે મરીને ભૂંડ થયો છે;
આ વાંદરો પૂર્વભવે એક વણિકપુત્ર હતો, પણ તીવ્ર માયાને લીધે વાંદરો થયો છે;
અને આ નોળિયો પૂર્વે એક હલવાઈ હતો, પણ તીવ્ર લોભને લીધે મરીને
નોળિયો થયો છે.
અત્યારે આ ચારે જીવો આહારદાન દેખીને અતિશય હર્ષિત થયા છે અને તે
ચારેયને જાતિસ્મરણ થયું છે તેથી તેઓ સંસારથી એકદમ વિરક્ત થઈ ગયા છે, અને
નિર્ભયપણે ધર્મશ્રવણ કરવાની ઈચ્છાથી અહીં બેઠા છે.